Patan News: રાણી કી વાવના મુલાકાતીઓમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે - 2873
પાટણીની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સ્મારક એવી રાણી કી વાવને જોવા માટે જે પ્રવાસીઓ આવે છે તેમાં મોટી સંખ્યામાં ફોરેનર્સનો સમાવેશ થાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે આવેલ મુલાકાતીઓમાં ફોરેનર્સની સંખ્યા વધુ હતી. જેનાથી કહી શકાય કે રાણી કી વાવ માટે વિદેશમાં ઉત્સુક્તા વધતી જાય છે. Patan Rani Ki Vav Foreign Tourist
રાણી કી વાવના મુલાકાતીઓમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે
સમગ્ર પરિસરમાં બેજોડ સ્થાપત્ય કળાના નમૂના જોવા મળે છે
પાટણઃ શહેરની બહાર આવેલ રાણી કી વાવ એક ઐતિહાસિક સ્મારક છે. જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં અને 100 રુપિયાની ચલણી નોટ પર સ્થાન મળ્યા બાદ બહુ પ્રસિદ્ધિ મળી છે. આ સ્મારકની મુલાકાતે આવતા મુલાકાતીઓમાં મોટી સંખ્યામાં ફોરેનર્સ જોવા મળે છે. વર્ષ 2022 કરતા આ વર્ષ 2023માં પણ ફોરેનર્સની સંખ્યા 2873 જેટલી વધી હતી. વર્ષ 2023માં કુલ 3,32,380 પ્રવાસીઓએ રાણી કી વાવની મુલાકાત લીધી હતી. જેનાથી સરકારને કુલ રુ. 1,49,07,280 રુપિયાની આવક થઈ હતી.
વર્ષ 2023માં કુલ 3,32,380 પ્રવાસીઓએ રાણી કી વાવની મુલાકાત લીધી
બેજોડ સ્થાપત્ય કળાઃ આ સમગ્ર પરિસરમાં બેજોડ સ્થાપત્ય કળાના નમૂના જોવા મળે છે. જેમાં કુદરતી ચિત્રો, દેવી દેવતાઓની સુંદર અંગ ભંગીમાઓ, નૃત્ય કરતા કલાકારો વગેરેને પથ્થર પર સુંદર કોતરણી કામ કરી દર્શાવવામાં આવ્યું છે. આ અદભુદ કોતરણી કામનો કોઈ વિકલ્પ સમગ્ર વિશ્વમાં નથી. આ વાવ સાત માળ ધરાવે છે. દરેક માળ પર અદભુદ સ્ટોન કાર્વિંગ જોવા મળે છે. મૂર્તિઓ ઉપરાંત થાંભલા પર પણ સુંદર કોતરણી કામ કરવામાં આવ્યું છે. આ સમગ્ર પરિસરની આસપાસનું કુદરતી વાતાવરણ પ્રવાસીઓના મન મોહી લે છે. રાણી કી વાવની મુલાકાત લેતા પ્રવાસીઓ કોઈ અલગ જ વિશ્વમાં આવી ગયા હોય તેવી તેમને અનુભૂતિ થાય છે.
હું પ્રથમવાર રાણી કી વાવની મુલાકાતે આવી છું. અહીંયા સ્ત્રીઓની મુર્તિઓને જે સુંદર રીતે દર્શાવાઈ છે તેના પરથી કહી શકાય કે તે સમયે પણ સમાજમાં મહિલાઓને બહુ માન આપવામાં આવતું હશે. મહિલાઓની સુંદરતા અને શૃંગાર પર બહુ બારીકાઈથી કોતરણી કામ કરવામાં આવ્યું છે...બકુલા પંચાલ(પ્રવાસી, અમેરિકા)
વર્ષ 1984માં હુ રાણી કી વાવની મુલાકાતે આવ્યો હતો. તે સમયે અહીં ખનન કામ ચાલતું હતું. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટે આ વારસાની બહુ સારી જાળવણી કરી છે. હું તેમનો આ કામ બદલ ખૂબ ખૂબ આભારી છે. આજે હું મારા સગા સંબંધી સાથે ફરીથી આ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવ્યો છું મને અહીં બહુ સારુ લાગે છે...પ્રવીણ શાહ(પ્રવાસી, અમદાવાદ)
ફીઝ પ્રમાણે ફેસેલિટીઝઃ રાણી કી વાવ જેવી ઐતિહાસિક ધરોહરના મુલાકાતીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ મુલાકાતીઓ પાસેથી સરકાર અને પુરાતત્વ વિભાગ મોંઘી ફી પણ વસૂલે છે. ત્યારે ફી પ્રમાણે પ્રવાસીઓને યોગ્ય સગવડ મળી રહે તો પ્રવાસીઓની સંખ્યામાં હજૂ પણ વધારો થઈ શકે તેમ છે. ખાસ કરીને ફોરેન ટૂરિસ્ટની ફીઝ 600 રુપિયા જેટલી વસૂલવામાં આવે છે. તેથી ભારત ઉપરાંત ફોરેન ટૂરિસ્ટને આ પરિસરમાં યોગ્ય ફેસેલિટી મળી રહે તેવી માંગણીઓ અનેકવાર થતી જોવા મળે છે.
વર્ષ 2023માં રાણી કી વાવની મુલાકાતે આવેલ ભારતીય અને વિદેશી પ્રવાસીઓની સંખ્યાઃ