ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ પ્રાંત અધિકારીએ 2 બુટલેગરને 1 વર્ષ માટે તડીપાર કર્યા - પાટણના બુટલેગર તડીપાર

પાટણ જિલ્લાના બુટલેગરો સામે પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત પ્રાંત અધિકારીએ મહિલા અને પુરુષ બુટલેગરને 5 જિલ્લામાંથી 1 વર્ષ માટે તડી પાર કરવાનો આદેશ આપ્યો છે.

ETV BHARAT
પાટણ પ્રાંત અધિકારીએ 2 બુટલેગને 1 વર્ષ માટે તડીપાર કર્યા

By

Published : Oct 16, 2020, 7:43 PM IST

પાટણઃ શહેર સહિત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આદરી લોકો સાથે દાદાગીરી કરી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલી ગોલાપુરની મહિલા બુટલેગરને પ્રાંત અધિકારીએ 1 વર્ષ માટે 5 જિલ્લામાંથી તડી પાર કરી છે. આ સાથે જ પ્રાંત અધિકારીએ દુધારામપુરાના પુરુષ બુટલેગરને 5 જિલ્લાઓમાંથી 1 વર્ષ માટે તડીપાર કર્યો છે.

પાટણ પ્રાંત અધિકારીએ 2 બુટલેગને 1 વર્ષ માટે તડીપાર કર્યા

બુટલેગર વિરુદ્ધ પ્રાંત અધિકારીની લાલ આંખ

જિલ્લાના પ્રાંત અધિકારીએ બુટલેગરો સામે લાલ આંખ કરી છે. જે અંતર્ગત પ્રાંત અધિકારીએ ગોલાકપુર અને દુધારામપુરાના બુલટલેગરોને ટાર્ગેટ કર્યા છે. જેમાં પ્રાંત અધિકારીએ આ બન્ને ગામના બુટલેગરોને 1 વર્ષ માટે 5 જિલ્લામાંથી તડીપાર થવાનો આદેશ આપ્યો છે.

ભયયુક્ત માહોલ પેદા કરતા હતા

પાટણ તાલુકાના ગોલાપુર ગામે રહેતી મહિલા બુટલેગર ચેહા કીર્તિસિંહ તથા દુધા રામપુરા ગામે રહેતા ઠાકોર ભરતજી વાળાઓએ પાટણ, સરસ્વતી,અને ચાણસ્મા તાલુકામાં ભયયુક્ત માહોલ પેદા કર્યો હતો. આ સાથે જ આ બન્ને બુટલેગર અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરતા હતા.

5 જિલ્લામાંથી તડીપાર

આ બન્ને લોકોની સલામતી માટે ખતરારૂપ બનતા પાટણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેએ આ બન્ને બુટલેગરોને પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં 1 વર્ષ સુધી પ્રવેશ બંધી ફરમાવી હદપારનો હુકમ કર્યો છે.

પુરુષ બુટલેગર સામે 14 ગુના

તડીપાર કરવામાં આવેલા ભરતજી ઠાકોર નામના બુટલેગર વિરુદ્ધ કુલ 14 ગુનાઓ નોંધાયા છે. જેમાં આ અગાઉ આ 10 કેસ નોંધાયા હતા, જ્યારે હાલ 4 કેસ નોંધાયા છે.

મહિલા બુટલેગર વિરુદ્ધ 18 ગુના

જિલ્લામાં ભયયુક્ત માહોલ પેદા કરનારી ઠાકોર ચેહાએ આ અગાઉ પણ ઘણા ગુનાઓને અંજામ આપ્યો છે. જેથી અત્યારે 3 અને આ અગાઉ 15 કેસ મળી કુલ 18 કેસ ઠાકોર ચેહા વિરુદ્ધ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details