પાટણઃ પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. છતા લોકો કોરોના બાબતે હજુ પણ બેદરકારી પૂર્વક વર્તી રહ્યા છે. લોકો બિન્દાસપણે માસ્ક વગર બજારોમાં ફરતા જોવા મળે છે ત્યારે આવા લોકોને નિયમોનું પાલન કરાવવા પાટણ પોલિસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 19,41,400નો દંડ વસુલ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
પાટણમાં માસ્ક વગર નીકળેલા લોકોને પોલિસે કાયદાના પાઠ ભણાવ્યા નોવેલ કોરોના વાઇરસની મહામારીથી બચવા સરકાર દ્વારા દરેક વ્યક્તિને મોઢે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવી રાખવું અને વારંવાર હાથ ધોવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. છતાં લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે, જેને કારણે કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે શહેર સહિત જિલ્લામાં વધી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 248 થઈ છે. જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા 117 પર પહોંચી હોવા છતા લોકો બિન્દાસ રીતે બજારોમાં માસ્ક વિના ફરી રહ્યા છે. ત્યારે આવા લોકોને કાયદાનું જ્ઞાન થાય તે માટે પાટણ શહેર સહિત જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવા અને વ્યક્તિ દીઠ રૂપિયા 200 દંડ વસુલ કરવાની સૂચના જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવતા જિલ્લાની LCB, SOG સહિતની બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શહેર સહિત જિલ્લામાં વિવિધ સ્થળો પર ચેકીંગની કામગીરી હાથ ધરી માસ્ક વગર વાહનો લઇ ફરતા તેમજ રાહદારીઓ પાસેથી દંડનીય કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. માસ્ક વગર નીકળેલા લોકોને પોલિસે કાયદાના પાઠ ભણાવ્યા પાટણ પોલીસ દ્વારા અનલોક -1માં 1,47,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે અનલોક -2માં છેલ્લા બે દિવસમાં 4,69,400નો દંડ વસૂલ કર્યો છે. આમ પાટણ જિલ્લામા માસ્ક વગર ફરનાર લોકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂ 19,41,400નો દંડવસૂલ કરી કાયદાના પાઠ લોકોને ભણાવ્યા છે. માસ્ક વગર નીકળેલા લોકોને પોલિસે કાયદાના પાઠ ભણાવ્યા