પાટણ: કોન્ટ્રાક્ટરે કડીયા કામની મજૂરી માટે મધ્યપ્રદેશથી મજૂરો બોલાવ્યા હતા. તે દરમિયાન કોરોના વાઇરસની મહામારીને પગલે લોકડાઉન થતાં આ મજૂર પરિવારો અટવાયા હતા અને લોકડાઉન ખુલશે એટલે વતન જઈશું એવી આશા સાથે પાટણમાં જ ચાલતા કામની જે તે જગ્યાએ રોકાયા હતાં.
પાટણથી પગપાળા મધ્ય પ્રદેશ જઈ રહેલા 40 મજૂરોને પોલીસે અટકાવ્યા - covid-19 in patan
પાટણ શહેરમાં કડિયા કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા બોલાવવામાં આવેલા પરપ્રાંતિય મજૂરો લોકડાઉનમા અટવાયા હતાં. તે દરમિયાન લોક ડાઉનની મુદતમાં વધારો થતાં ધીરજ ગુમાવી બેઠેલા મધ્યપ્રદેશના 40 જેટલા મજૂરો શનિવારે પાટણથી પગપાળા વતન જવા નીકળ્યા હતાં. જે અંગેની જાણ પોલીસને થતા ધારપુર સિવિલ હોસ્પિટલ પાસેથી તેઓને પરત લાવી વહીવટી મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં છે.
સરકાર દ્વારા ફરી લોકડાઉન-3 17 મે સુધી જાહેર કરતા આ મજૂરોની ધીરજ ખૂટી હતી અને શનિવારે સવારના સમયે નાના બાળકો અને મહિલાઓ સાથે 40 જેટલા મજૂરોએ પાટણથી પગપાળા મધ્યપ્રદેશ જવા નિકળ્યા હતાં. પાટણ ઊંઝા હાઇવે પર આગ ઝરતી ગરમીમાં આ પરિવારો પોતાના બાળકોને ખભે બેસાડી ધારપુર સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન આ પરપ્રાંતિય મજૂરો અને નાના બાળકો પાટણના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પરમારની નજરે ચડતા તેમને ઊભા રાખી પૂછપરછ કરી હતી અને આ સમગ્ર ઘટનાથી પાટણ જિલ્લા કલેક્ટરને માહિતગાર કર્યા હતાં.
દરમિયાન આ મજૂર પરિવારના વીડિયો સોસિયલ મીડિયામાં પણ વાયરલ થતા પાટણ શહેર બી ડિવિઝન પીઆઈ સહિતના સ્ટાફ પાટણ ઊંઝા હાઇવે પર ધારપુર સિવિલ હોસ્પિટલ નજીક મજૂરોની પાસે પહોંચી સામાજિક કાર્યકરની હાજરીમાં વહીવટી તંત્રના અધિકારીઓ, બિલ્ડરોએ તેમને સમજાવી પરત પાટણ લાવ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી લઈ વતન મોકલવાની ખાતરી આપી હતી.
બાઈટ શ્રમ જીવી યુવાન