ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime: ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સોને પોલીસે દબોચ્યા - Chinese Door in Patan Market

પાટણ પોલીસે શહેરમાં ઘાતકી ચાઈનીઝ દોરીનું (Patan Police seized Chinese Door) વેચાણ કરતા 6 જેટલા શખ્સોની અટકાયત કરી છે. પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા (Chinese Door in Patan Market) શખ્સો અને મુદ્દામાલની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પતંગ દારાના વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. (Patan Crime News)

ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સોને પોલીસે દબોચ્યા, વેપારી બજારમાં ફફડાટ
ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સોને પોલીસે દબોચ્યા, વેપારી બજારમાં ફફડાટ

By

Published : Jan 5, 2023, 6:35 PM IST

પાટણ LCBએ ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર છ શખ્સોને ઝડપ્યા

પાટણ : અમદાવાદ બાદ હવે પાટણમાં પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સોની (Patan Police seized Chinese Door) અટકાયત કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર 6 શખ્સોની પાટણ LCB પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ શખ્સોની અટકાયત કરીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા આગળ હાથ ધરી છે. પરતું આ વર્ષે રાજ્યમાં એક બાદ એક (Chinese Door in Patan Market) પતંગ દારાના વેપારીઓની અટકાયત કરાતા વેપારી બજારમાં ફફડાટ ફેલાયો છે. (Patan Crime News)

ઘાતકી ચાઇનીઝ દોરીના વેચાણ પાટણ જિલ્લા કલેકટર દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને લઇ ઘાતકી ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં શહેરમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અટકાવવા માટે પાટણ LCB ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંજા ફિરકીનું વેચાણ કરતા ટીના પટ્ટણી (રહે, શ્રમજીવી સોસાયટી), કાલુ પટ્ટણી (રહે, ખાન સરોવર પાટણ) અને અરવિંદ ઠાકોર (રહે. શ્રમજીવી સોસાયટી) ને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. (Chinese Door Market in Patan)

આ પણ વાંચોસંસ્કારીનગરીમાં વધી ગુનાખોરી, ચાઈનીઝ દોરીના વેપારીની પોલીસે કરી ધરપકડ

113 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી શહેરમાં ચાઇનીઝ દોરી વેચનાર વિરુદ્ધ E.P.Co. કલમ 188 મુજબ પાટણ સીટી B ડિવિઝન ખાતે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલી છે. પાટણ LCBએ છેલ્લા 24 કલાકમાં શહેર સહિત જિલ્લામાં અલગ અલગ છ સ્થળેથી 113 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે અંદાજે 30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.(Patan police Investigation)

આ પણ વાંચોજીવલેણ માંઝાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ, 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

રાજ્યમાં ચાઇનીઝ દોરી વેચનારઉલ્લેખનીય છે કે,હજુ થોડા સમય પહેલામહીસાગરમાં (Patan police Chinese Door case) પોલીસે ચાઈનીઝ દોરી સાથે ચારની અટકાયત કરી હતી. પોલીસે રૂપિયા 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત વડોદરામાં પણ પોલીસે છેલ્લા 3 દિવસમાં ચાઈનીઝ દોરીના કારણે ગળા કપાવવાની 3 ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે પાટણમાંથી પણ 6 જેટલા શખ્સોની અટકાયત કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details