- કલેક્ટરના જાહેરનામાનો પોલીસ દ્વારા કડક અમલ
- સોશિયલ ડિસ્ટસ ન રાખનારા અને માસ્ક ન પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી
- ત્રણ દિવસમાં 769 વ્યક્તિઓ પાસેથી 7.69 લાખનો દંડ વસુલ
પાટણ: જિલ્લામાં કોવિડ-19ના કેસોનો આંક વધી રહ્યો છે, ત્યારે આ વાઇરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ફરજીયાત ફેસ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહિતની બાબતો અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગ દ્વારા દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાંથી તા.28 નવેમ્બરના રોજ માસ્ક ન પહેરનારા 235, તા.29 નવેમ્બરના રોજ 226 અને તા.30 નવેમ્બરના રોજ 308 લોકો પાસેથી પોલીસ દ્વારા કુલ રૂ.7.69 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.