પાટણઃરાજ્યમાં અત્યારે હનીટ્રેપના કિસ્સાઓ ઘણા વધી ગયા છે. અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હવે હનીટ્રેપની એક ઘટના પાટણમાંથી આવી છે. અહીં આરોપીઓએ એક આધેડને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. આરોપીઓએ દુષ્કર્મના ગુનામાં સંડોવણી અને મારી નાખવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમાંથી 1 લાખ રૂપિયા તો પડાવી પણ લીધા હતા.
આ પણ વાંચોઃAhmedabad Crime: હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો,આવું હતું કાવતરૂ
ફરાર આરોપીઓની તપાસ શરૂઃ છેલ્લે આરોપીઓએ આધેડ પાસેથી 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. તો પોલીસે ગણતરીના જ કલાકોમાં મહિલા સહિત 5 આરોપીઓની હનીટ્રેપ કેસમાં ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે 4,61,000 રૂિપયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ફરાર 2 આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મહિલાએ આધેડને મળવા બોલાવ્યાઃ મળતી માહિતી અનુસાર, પાટણમાં રહેતા એક આધેડ વેપાર અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ દિવસ પહેલા તેમના મોબાઇલ નંબર ઉપર એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો અને તેમને મળવા બોલાવ્યા હતા. એટલે તેઓ તેને મળવા ગયા હતા. ત્યારબાદ મહિલા તેમના બાઈક પર બેસી ગઈ હતી. ત્યાંથી બંને જણા ખેતરમાં ગયા હતા, જ્યાં મહિલાએ આધેડ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અહીંથી આધેડ મહિલાને ઘરે મૂકી આવ્યા હતા.
શખ્સોએ કરી પૈસાની માગણીઃ બીજા દિવસે પણ તે જ મહિલાએ વેપારીને ફરીથી ફોન કરી મળવા માટે બાલિસણા બોલાવતા વેપારી કાર લઈ બાલીસણા ગયા હતા. અહીં પણ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. તે દરમિયાન જ 5 શખ્સો અચાનક આવી ગયા હતા ને આધેડ પાસે 10 લાખની માગણી કરી હતી. જ્યારે વેપારીના ખિસ્સામાંથી ઉઘરાણીના 1 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. ત્યારબાદ મામલો 5 લાખમાં પતાવટની વાત વેપારીને ઘરે મોકલ્યો હતો.
વેપારીએ કરી પોલીસને જાણઃજોકે, વેપારીએ આ અંગે પોલીસનો સંપર્ક કરી બાલિસણા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને હની ટ્રેપનો શિકાર બનાવનારી મહિલા સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ રૂપિયા 4,61000નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃHoney Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો
મહિલાએ વેપારીને ફસાવ્યોઃ પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું હતું કે, એક મહિલાએ વેપારીને ફોન કરી શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ મહિલા સતત 2 દિવસ વેપારીને અલગ અલગ સ્થળે બોલાવ્યો હતો. જ્યારે બીજા દિવસે મહિલાના અન્ય સાગરીતોએ સ્થળ ઉપર આવી જઈ વેપારી સાથે મારામારી કરી દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી અને છેવટે 3 લાખ રૂપિયામાં સમગ્ર મામલો પતાવવાની વાત કરી હતી.
આરોપીઓની ધરપકડઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેપારીએ પાટણ પોલીસને જાણ કરતાં એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. ટીમે ગણતરીના કલાકોમાં હનીટ્રેપનો પ્લાન ઘડનારા આરોપી સંજયજી સોમાજી મોતીજી ઠાકોર (રહે. વામૈયા), મંગાજી બચાજી ચમનજી ઠાકોર (રહે. વામૈયા), અનિલ ઉર્ફે ભુરાભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે. વાગડોદ), રાજપૂત હિંમતસિંહ જવાનસિંહ (રહે. ચારૂપ) તથા જોષી પુષ્પાબેન સંજય કુમાર (રહે. ભોલેનાથ સોસાયટી)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ 36000, મોબાઈલ નંગ 5 કિંમત 25,000, ગાડી કિંમત 4,00,000 રૂપિયા મળી કુલ રૂપિયા 4,61,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓ પહેલા પણ હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા હતાઃ જ્યારે આરોપી ઠાકોર નવઘણજી દેવાજી (રહે. વામૈયા) તથા ઠાકોર વામનજી ભેમાજી (રહે. હાજીપુર) ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એટલે પોલીસે આ બંને ફરાર આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. વોન્ટેડ બંને આરોપીઓ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા હોવાનું જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું