ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લા પોલીસનું રેન્જ આઈ જીએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું, સેરિમોનિયલ પરેડ કઇ કઇ ઇવેન્ટ થઇ જૂઓ - સેરિમોનિયલ પરેડ

સતર્કતા અને ફરજનિષ્ઠાનું મૂલ્યાંકન કરવા કચ્છ-ભૂજ બોર્ડર રેન્જ આઈ જી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન (Patan police annual inspection by Range IG ) કરવામાં આવે છે. જે સંદર્ભે પાટણ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરિમોનિયલ પરેડ (Range IG ceremonial parade )યોજાઈ હતી. આ પરેડમાં મોકડ્રિલ સહિત વિવિધ પ્લાટુનો દ્વારા 18 ઇવેન્ટ (Patan police Events ) યોજવામાં આવી હતી.

પાટણ જિલ્લા પોલીસનું રેન્જ આઈ જીએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું, સેરિમોનિયલ પરેડ કઇ કઇ ઇવેન્ટ થઇ જૂઓ
પાટણ જિલ્લા પોલીસનું રેન્જ આઈ જીએ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું, સેરિમોનિયલ પરેડ કઇ કઇ ઇવેન્ટ થઇ જૂઓ

By

Published : Dec 23, 2022, 5:59 PM IST

પરેડમાં મોકડ્રિલ સહિત વિવિધ પ્લાટુનો દ્વારા 18 ઇવેન્ટ યોજાઈ

પાટણપાટણ જિલ્લા પોલીસવડાની કચેરીના તાબા હેઠળ આવતી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોનું પ્રતિવર્ષે વાર્ષિક ઇન્સ્પેકશન (Patan police annual inspection by Range IG ) યોજવામાં આવે છે. જે અનુસંધાને વર્ષ 2022ના વાર્ષિક ઈન્સ્પેકશન સંદર્ભે કચ્છ ભુજ રેન્જ આઈ.જી. જે.આર.મોથલીયાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો દ્વારા સેરેમોનીયલ પરેડ (Range IG ceremonial parade )યોજવામાં આવી હતી.

આ પણ વાંચો પાટણમાં પોલીસ સેરિમોનિયલ પરેડ, IGની હાજરીમાં યોજાઇ મોકડ્રિલ

કચ્છ ભુજ રેન્જ આઇજીએ સલામી આપી સેરિમોનિયલ પરેડનું કચ્છ ભુજ રેન્જ આઇજીએ નિરીક્ષણ કરી સલામી આપી હતી. ત્યારબાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ઇવેન્ટો રજુ કરવામાં આવી હતી. જેમાં સ્કવોર્ડ ડ્રીલ, ખાલી હાથ પીટી, રાયફલ પીટી, વેપન ડ્રીલ, રાયફલ એકસસાઇઝ, લાઠી ડ્રીલ, મેડીસન બોલ પીટી, મઢી ડ્રીલ, યોગાસન, ગાર્ડ બદલી, ઓપ્ટીકલ્સ જેવી વિવિધ 18 ઇવેન્ટ (Patan police Events ) રજુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Gujarat Gaurav Divas in Patan : આફરીન પોકારી ગયાં પાટણના નગરજનો, જાણો એવું શું જોવા મળી રહ્યું છે?

મોકડ્રીલ યોજવામાં આવી આ ઉપરાંત પાલનપુરથી ચાર જેટલા આતંકવાદીઓ આવવાના હોવાની બાતમીને લઇ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ચાર આતંકવાદીઓએ ચેકપોસ્ટને ઉડાવી દેતા પોલીસ કર્મચારીઓએ તેમનો પીછો કરી તેઓને આબાદ રીતે ઝડપી લીધા હતાં. આ પરેડ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અધિકારીઓની ટીમને અભિનંદન પાઠવી ઈનામ (Patan police annual inspection by Range IG ) આપવામાં આવ્યા હતા.

રેન્જ આઇજી દ્વારા સંવાદ પોલીસ પરિવાર સાથે રેન્જ આઇજી દ્વારા સંવાદ યોજવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, એ ડીવીઝન - બી ડીવીઝન પી.આઇ., પી.એસ.આઈ., એલ.સી.બી., એસ.ઓ.જી., ફર્લો સ્કવોર્ડ સહિતના વિવિધ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો તેમજ એનસીસી કેડેટ્સના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details