પાટણઃ યુવાધનને બરબાદ કરતા માદકદ્રવ્યોની હેરફેર અટકાવવા પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. ઠેર ઠેર સર્ચ ઓપરેશન્સ ચલાવી રહી છે. આવા જ એક સર્ચ ઓપરેશનમાં પાટણ એસઓજીએ સિદ્ધપુર પાસેથી 8 લાખની કિંમતનું હેરોઈન ઝડપી લીધું છે. લકઝરી બસમાં આ હેરોઈન બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. તેથી લક્ઝરી બસ સહિત કુલ 28 લાખનો મુદ્દામાલ એસઓજીએ બરામદ કર્યો છે.
Patan Crime News: પાટણ એસઓજીએ સિદ્ધપુર નજીકથી 8 લાખની કિંમતનું હેરોઈન ઝડપ્યું, લકઝરી બસ સહિત કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો - લક્ઝરી બસ
પાટણ એસઓજીએ ચોક્કસ બાતમીને આધારે 8 લાખની કિંમતનું બિનવારસી હેરોઈન ઝડપી લીધું છે. લકઝરી બસ સહિત કુલ 28 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વાંચો પાટણ એસઓજીના આ સર્ચ ઓપરેશન વિશે વિગતવાર
Published : Nov 11, 2023, 7:08 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ પાટણ એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે સિદ્ધપુર રુટ પર હેરોઈનની હેરફેર થઈ રહી છે. પોલીસે સતર્કતા દાખવી અને સર્ચ ઓપરેશન શરુ કર્યુ. સિદ્ધપુર પાસેની ધારેવાડ ચેકપોસ્ટ પર દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તેવામાં બાતમીમાં વર્ણન હતુ તેવી લકઝરી બસ ત્યાંથી પસાર થઈ. પોલીસે આ બસની જડતી લેતા તેમાંથી બિનવારસી હાલતમાં 160,640 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું હતું. આ હેરોઈનની બજાર કિંમત 8 લાખ રુપિયા જેટલી થવા જાય છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને લક્ઝરી બસ સહિત કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ એનડીપીએસની કલમ 8(સી) અને 23(બી) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર સર્ચ ઓપરેશન SOG P.I. આર.જી.ઉનાગર, P.S.I. પી.આર. ચૌધરી , A.S.I. મુદેવરખાન, A.S.I. હર્ષદ ભારથી , હેડ કોન્સ્ટેબલ ફરહાન રણજીત સિંહ, ઓધાર દેસાઈ, વિજય સિંહ, વિક્રમભાઈ, ભરત સિંહ , સંજયભાઈ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
પાટણ એસોજીએ રાજસ્થાનમાંથી આવતી ખાનગી લક્ઝરી બસમાંથી ચોક્કસ બાતમીને આધારે હેરોઈન ઝડપી લીધું છે. તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આ હેરોઈન ડ્રગ્સ કોનું છે, ક્યાંથી લવાયું અને ક્યાં લઈ જવાતું હતું આ પ્રશ્નોના જવાબ શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...વી. આર. ચૌધરી(પીએસઆઈ, પાટણ એસઓજી)