ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News : ગુજરાતમાં એસસી એસટી એક્ટની કડક અમલવારી કરવા સ્વયં સૈનિક દળની માગ, રેલી યોજી - Swayam Sainik Dal Rally

ગુજરાત સહિત સમગ્ર દેશમાં એસસી એસટી સમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો સામે પાટણમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજીને પાટણ કલેકટરને આવેદનપત્ર આપી કાયદાનો કડક અમલ કરવાની માગ કરવામાં આવી હતી.

Patan News : ગુજરાતમાં એસસી એસટી એક્ટની કડક અમલવારી કરવા સ્વયં સૈનિક દળની માગ, રેલી યોજી
Patan News : ગુજરાતમાં એસસી એસટી એક્ટની કડક અમલવારી કરવા સ્વયં સૈનિક દળની માગ, રેલી યોજી

By

Published : Jul 26, 2023, 9:43 PM IST

કાયદાનો કડક અમલ કરવાની માગ

પાટણ : અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો ઉપર થઈ રહેલા અમાનુષી અત્યાચારોના બનાવવામાં થઈ રહેલા વધારાના વિરોધમાં આજે સ્વયં સૈનિક દળના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા હતાં. ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પમાળા અર્પણ કરી બગવાડા દરવાજા ખાતેથી હાથમાં વિવિધ પ્લે કાર્ડ અને બેનરો સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતાં. શહેરના વિવિધ માર્ગો ઉપર મહિલાઓ અને સ્વયંસેવક દળના આગેવાનોએ વિવિધ સૂત્રોચ્ચારો પોકારી પોતાનો વિરોધ દર્શાવતા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતાં.

ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. આ અત્યાચારોનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. છતાં આ સમાજના લોકો ઉપર દમન કરનારા લોકો સામે સરકાર કડક કાર્યવાહી કરતી નથી. જેને આવા લોકો બેફામ બની અત્યાચારો કરી રહ્યા છે. તાજેતરમાં મણિપુરમાં બે આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે છતાં સરકાર મૌન સેવી રહી છે...ભાવેશ પરમાર(સામાજિક આગેવાન)

છેલ્લાં છ વર્ષમાં 9712 બનાવ : સ્વયં સૈનિક દળના આગેવાનોએ પાટણ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એસસી એસટી એક્ટ લાગુ હોવા છતાં તંત્ર દ્વારા કાયદાનો કડકાઇપૂર્વક ઉપયોગ કરવામાં આવતો નથી. જેના કારણે રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો ઉપર અત્યાચારોનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં એસટી એસટી સમાજના લોકો ઉપર 9712 અત્યાચાર થયા છે. તેમ છતાં અત્યાચાર કરનારાઓ સામે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી.

પ્લે કાર્ડ અને બેનરોમાં રજૂ કરી વાત

કયા પ્રકારના અત્યાચાર :અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકોની જમીનો પડાવી લેવી, જાતિવાદના નામે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સારા કપડાં પહેરવા બાબતે પણ યુવકોને માર મારવો સહિતના અનેક બનાવો ગુજરાતને રાજ્યમાં બન્યા છે. ત્યારે આવા અત્યાચાર ગુજારનારા લોકો સામે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

એસસી એસટી એક્ટને મજબૂત બનાવવા માગણી : એસટી એસટી સમાજના લોકો ઉપર થતા અત્યાચારો અને દમન ઘટાડવા માટે સરકાર દ્વારા એસસી એસટી એક્ટને મજબૂત બનાવી તેનો કડક અમલ કરવામાં આવે અને અત્યાચાર કરનારાઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરી કડક સજા કરવામાં આવે તે જરૂરી છે.

  1. Ishudan Gadhvi allegation : ભાજપના શાસનમાં અત્યાચાર અને દુષ્કર્મના કેસો વધ્યા
  2. 'અનુસૂચિત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થાય છે' કહી 45 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ
  3. Madhya Pradesh News : દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, હા હજુ પણ થાય છે આવું...

ABOUT THE AUTHOR

...view details