ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: દેવીપુજક સમાજના લોકોએ સ્મશાન ગૃહોમાં અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી - અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

પાટણમાં પરંપરાગત રીતે દેવીપૂજક સમાજના લોકોએ વિવિધ સ્મશાન ગૃહોમા જઈ પોતાના મૃતકોની સમાધિ પર પૂજાવિધિ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. દેવીપૂજક સમાજ પોતાની માતૃભૂમિ એવી પાટણ નેજ સૌથી મોટું તીર્થ ધામ માને છે.

patan-news-people-of-devi-pujak-samaj-paid-tribute-to-the-dead-in-cremation-houses-with-tears-in-their-eyes
patan-news-people-of-devi-pujak-samaj-paid-tribute-to-the-dead-in-cremation-houses-with-tears-in-their-eyes

By

Published : Jul 16, 2023, 8:07 PM IST

અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

પાટણ:અષાઢ વદ ચૌદશને દેવીપૂજક (પટણી) સમાજના લોકો દિવસા તરીકે ઉજવણી કરે છે. પાટણમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. દેશભરમાં વસતા પટણી સમાજના લોકો આ દિવસે પાટણ આવી વિવિધ સ્મશાન ગૃહોમા જઈ પોતાના મૃતક સ્વજનોની સમાધિ પર જઈ શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે.

સ્વજનોની યાદમાં હૈયાફાટ રુદન:દેશભરમાંથી દેવીપૂજક સમાજના લોકો પાટણ મા આવી પહોંચ્યા હતા અને શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં જઇને મૃતકોની સમાધિ પર પૂજા વિધિ કરી હતી. આ દરમિયાન અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ મહિલાઓ એ સ્વાજનોની યાદમાં હૈયા ફાટ રુદન કર્યું હતું.

વર્ષોની પરંપરા આજે પણ યથાવત:દેવીપૂજક સમાજ દેવિદેવતાઓ ને પૂજનારો સમાજ છે. હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટું તીર્થ ધામ કાશીને માનવામાં આવે છે. દેવીપૂજક સમાજ પોતાની માતૃભૂમિ એવી પાટણ નેજ સૌથી મોટું તીર્થ ધામ માને છે. મૃતકોની અસ્થિઓનું વિસર્જન પણ પાટણમાં આવીને કરે છે ત્યારે અષાઢ વદ ચૌદસના દિવસે આ સમાજના લોકો દિવાસાના પાવન પર્વ તરીકે ઉજવણી કરે છે. પોતાના પૂર્વજોને અશ્રુભીની સામુહિક શ્રદ્ધાંજલિ અર્પી સામાજિક એકતાના દર્શન કરાવે છે.

દેશભરમાંથી વતન આવે છે લોકો:વર્તમાન સમયમાં માનવ માનવ વચ્ચેના સંબંધો ભુલાતા જાય છે ત્યારે દેશભરમાંથી ઉમટી પડેલા દેવીપુજક સમાજના લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવી પ્રેમ ભાવ અને લાગણીનો પરચો પૂરો પાડે છે. આજે દિવસના દિવસે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો પાટણના મહેમાન બન્યા હતા અને સ્મશાન ગૃહોમાં જઈ પોતાના શ્રદ્ધાંજલિ આપી હતી.

  1. Ashadhi Beej 2023 : મજેવડીના દેવતણખી ધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી, દેવાયત પંડીતને દેખાયા હતા પરચા
  2. Tapi News: તાપીમાં આંગણવાડી પ્રવેશોત્સવનું અનોખું આયોજન, ભૂલકાઓને બળદગાડામાં બેસાડી ઢોલ-નગારા સાથે રેલી કઢાઈ
  3. Monsoon Festival : સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે, લાખો લોકો હરિયાળી વચ્ચે આદિવાસીઓના ભોજનની લિજ્જત માણશે

For All Latest Updates

TAGGED:

Patan News

ABOUT THE AUTHOR

...view details