સરકારી ગાડીના દુરુપયોગનો મામલો પાટણ : પાટણ નગરપાલિકાના ભાજપના ત્રણ કોર્પોરેટરો દ્વારા ચીફ ઓફિસર અને પ્રમુખની ગાડીનો ગાંધીનગર જવા અંગત કામમાં દૂરુપયોગ કર્યો હોવાનો આરટીઆઈમાંમાં ઘટસ્ફોટ થયો હતો. જે બાદ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર ભરત ભાટીયાએ આ ત્રણેય કોર્પોરેટરો સામે નગરપાલિકા અધિનિયમની કલમ 38 તેમજ 70 મુજબ યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકા નિયામક સમક્ષ લેખિત રજૂઆત કરી દાદ માંગી છે. નગરપાલિકાને ફાળવવામાં આવેલ સરકારી ગાડીનો અંગત કામમાં ઉપયોગ અને અકસ્માતગ્રસ્ત બનતા થયેલ નુકશાનનો મુદ્દો હાલ પાટણ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
નગરપાલિકાના સરકારી વાહન કે જે પ્રમુખ અને ચીફ ઓફિસર ઉપયોગ કરી શકે તે ઇશ્યુ મારી હયાતીમાં થયો નથી. જે તે સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર અન્ય અધિકારી હતાં. તેમના સમયગાળામાં આ ઘટના ઘટી છે માટે આ બાબતે મને કંઈ ખબર નથી..નિતીન બોડાત (ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા)
સરકારી ગાડીના દુરુપયોગ: પાટણ નગરપાલિકાના વોર્ડ નં 8માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર ભરતકુમાર જયંતિલાલ ભાટીયાએ નગરપાલિકા નિયામક સમક્ષ દાદ માંગી છે. તેમણે લેખિતમાં જણાવ્યું છે કે નગરપાલિકાના ચીફ ઓફીસર તથા પ્રમુખના ઉપયોગ માટે સરકાર દ્વારા GJ .24 GA 0603 ગાડી ફાળવવામાં આવેલી છે. જેનો આ બંને જ ઉપયોગ કરી શકે છે પરંતુ ગત તા .8 / 8 / 2023 ના રોજ પ્રમુખ અથવા ચીફ ઓફિસરની લેખિત પરવાનગી વગર સત્તાપક્ષ ભાજપના કોર્પોરેટર દેવચંદભાઇ પટેલ સહિત અન્ય બે કોર્પોરેટરો પાટણથી ગાંધીનગર જવા નીકળેલા અને બગવાડા દરવાજા પાસે ઉભેલ હતાં. તે દરમ્યાન અન્ય વાહનને નગરપાલિકાની ઉભેલી ગાડીને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ સરકારી વાહન નુકશાનગ્રસ્ત બન્યુ હોવા છતાં પોતાના અંગત કામ માટે ગાંધીનગર ગયેલા અને રાત્રે પરત આવી વાહન શાખામાં મુકી દીધેલ. ડીઝલ પણ નગરપાલિકાના ખર્ચે પુરવામાં આવ્યુ હતું.
કલમ 38 મુજબ કાર્યવાહીની માગણી: ભરત ભાટીયાની લેખિતમાં રજૂઆતમાં જણાવાયા પ્રમાણે પાટણથી ગાંધીનગર જવા આ ગાડીમાં રુપિયા 2500નું ડીઝલ વપરાય. ખાનગી વાહન ભાડે કરે તો ભાડુ ચુકવવું પડે. આ ગાડીને અકસ્માત થતાં રુપિયી 5000નું રીપેરીંગ કામ મળી રુપિયા 10500નું નગરપાલિકાની ગાડીને નુકશાન કર્યું છે. જે નુકશાન ભરપાઇ કરવાની જવાબદારી આ ત્રણે કોર્પોરેટરોની હોઇ તેમની સામે નગરપાલિકા અધિનિયમની કલમ 70 મુજબ કાર્યવાહી કરવાની થાય છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અંગત કામ માટે ગાડીનો ઉપયોગ કરતા પાટણ નગરપાલિકાના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે લાયક ન હોઇ તેમની સામે નગરપાલિકા અધિનિયમની કલમ 38 મુજબ કાર્યવાહી કરવા ભરત ભાટીયાએ દાદ માંગી છે. જ્યારે આ મામલે નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.
- Har Ghar Tiranga : પાટણનું 10 દાયકા જૂનું ઘર તિરંગાના રંગે રંગાયુ
- Patan News : ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને પાટણમાં નગરપાલિકામાં તોડફોડ, ધારાસભ્ય દોડી આવ્યાં
- Patan news: રખડતા ઢોરની દેખરેખ મામલે પાટણ નગરપાલિકા પર વિપક્ષ નેતાનો ગંભીર આરોપ