ગુજરાત

gujarat

ETV Bharat / state

Canal Overflow : રાધનપુરના સુરકા ગામે કેનાલ ઓવરફ્લો, જૂઓ ખેતરો પાણીપાણી - નુકસાનની ભીતિ

રાધનપુરના સુરકા ગામના ખેતરો પાણીપાણી જોવા મળી રહ્યાં છે. નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં નહેરનું પાણી આજુબાજુના ખેતરમાં ફરી વળ્યું છે. પાકને નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતિત પણ છે અને રોષિત પણ છે. શા કારણે આ બન્યું તે પણ ખેડૂતોએ કહ્યું હતું.

Canal Overflow : રાધનપુરના સુરકા ગામે કેનાલ ઓવરફ્લો, જૂઓ ખેતરો પાણીપાણી
Canal Overflow : રાધનપુરના સુરકા ગામે કેનાલ ઓવરફ્લો, જૂઓ ખેતરો પાણીપાણી

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 3:03 PM IST

કારણ દૂર કરાતું નથી

પાટણ : રાધનપુર તાલુકાના સુરકા ગામ નજીકથી પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં નહેરનું પાણી આજુબાજુના ખેતરમાં ફરિવળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઇ નર્મદા વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે ભોષ જોવા મળી રહ્યો છે. કેનાલોની સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવતા વારંવાર આ સમસ્યા સર્જાતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

ઘઉં અને મકાઈના પાકને નુકશાન: છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનલો અને ત્યારબાદ બ્રાન્ચ કેનલો બનાવી નહેર મારફતે પાણી પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેનાલોની સફાઈ અને મરામત માટેના કોટ્રાક્ટ પણ આપવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કેનાલોની મરામત કરવામાં આવતી ન હોવાને કારણે વારંવાર નહેરમાં ગાબડા પડવાથી ક્યાંક કેનલો ઓવરફ્લો થવાની સમસ્યાઓ વારંવાર સર્જાય છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

સિલસિલો યથાવત : પાટણ જિલ્લામાં પણ નહેરોમાં ગાબડા પડવા અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. રાધનપુર તાલુકાના સુરકા ગામેથી પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં કેનાલનું પાણી આસપાસના ઘઉં અને મકાઈનું વાવેતર કરેલા ખેતરોમાં ફરિવળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાધનપુર અને સાંતલપુર પંથકમાં વારંવાર કેનાલો ઓવરફ્લો તેમજ ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેનો ભોગ ખેડૂતોને બનવો પડે છે.

ખેડૂતોએ બતાવ્યું કારણ :માનસંગજી નામના ખેડૂતે જણાવ્યું હતું સુરકા ગામમાં બનાવવામાં આવેલી માઇનોર કેનાલની છેલ્લા દસ વર્ષથી સફાઈ કરવામાં આવી નથી. સફાઈ કર્યા વિના જ નર્મદા વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા પાણી છોડવામાં આવે છે. જેથી કેનાલમાં વારંવાર ગાબડા પડે છે અને કેનાલ ઓવરફ્લો થઈ જાય છે. જેને કારણે કેનાલનું પાણી ખેતરોમાં ફરી મળ્યું છે. જેથી ઘઉં અને મકાઈ સહિતના ઉભા પાકોને નુકસાન થયું છે. વારંવાર આ વિસ્તારમાં કેનાલ તૂટવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ યોગ્ય કામગીરી કરાવતા નથી. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે.

ખેડૂતોમાં ભારે રોષ : રાધનપુર પંથકમાં પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પડવા અને કેનાલ ઓવરફ્લો થવા બાબતે વિસ્તારના ખેડૂતોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. જેથી નર્મદાના અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  1. રોઝુ-મઢુત્રા માઈનોર કેનાલ વારંવાર તુટતા ખેડૂતો પરેશાન, તુટેલી કેનાલમાં ઉતરી ખેડૂતોએ રોષ ઠાલવ્યો
  2. Patan News: સાંતલપુરના પરસુંદ સીધાડા સહિતના ગામોમાંથી પસાર થતી કેનાલ શોભાના ગાંઠિયા સમાન

ABOUT THE AUTHOR

...view details