પાટણ : કોરોના મહામારીના વાઈરસને અટકાવવા માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન કર્યું છે. જેને લઇ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પાટણ શહેરમાં સહિત જિલ્લામાં સાત દિવસથી લોક ડાઉનની પરિસ્થિતિ છે.
પાટણ નગરપાલિકાએ દુકાનદારોને પાસ ઈસ્યુ કર્યા - પાટણ નગર પાલિકા
પાટણ શહેરમાં લોકડાઉનને પગલે શહેરીજનોને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડતા વેપારીઓને નગરપાલિકા તંત્ર દ્વારા દુકાનો ખુલ્લી રાખવા માટેના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે
![પાટણ નગરપાલિકાએ દુકાનદારોને પાસ ઈસ્યુ કર્યા પાટણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6578587-931-6578587-1585412099785.jpg)
પાટણ
પાટણ નગરપાલિકાએ દુકાનદારોને પાસ ઈસ્યુ કર્યા
આવા સમયમાં લોકોને આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે કરિયાણું, દવાઓ, દૂધ, શાકભાજી સરળતાથી મળી રહે અને લોકો ગમે તે સમયે ખરીદી કરવા જઈ શકે તે માટે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા કરીયાણા, દૂધ, શાકભાજી અને દવાના વેપારીઓને દુકાનો ખુલ્લી રાખી વેપાર કરવાની છૂટ આપવા માટે 2800 પાસ ઈસ્યુ કર્યા છે.
આ પાસને લઈ વેપારીઓ સરળતાથી પોતાની દુકાનો ખુલ્લી રાખી ગ્રાહકોને આવશ્યક ચીજવસ્તુઓ આપી શકશે