ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ પાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો Etv Bharatના અહેવાલને પગલે જાગ્યા - ગુજરાતના તાજા સમાચાર

પાટણ નગરપાલિકામાં દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાલિકા કેમ્પસમાં આવેલી વાહન શાખાની ગટરલાઈન ચોકઅપ બની દુર્ગંધ મારતું પાણી સમગ્ર કેમ્પસને ફેલાતા 70 જેટલા કર્મચારીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો. આ અંગેનો અહેવાલ Etv Bharatએ પ્રસિદ્ધ કરતા અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક આ પ્રશ્નના નિરાકરણ માટે ચેમ્બરોની સાફ સફાઈ હાથ ધરી હતી.

પાટણ પાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો Etv Bharatના અહેવાલને પગલે જાગ્યા
પાટણ પાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો Etv Bharatના અહેવાલને પગલે જાગ્યા

By

Published : May 28, 2021, 10:58 PM IST

  • વાહન શાખાની ભૂગર્ભ ગટર ઉભરાતા કર્મચારીઓ બન્યા હતા ત્રસ્ત
  • દસ દિવસથી આ સમસ્યા કર્મચારીઓ વેઠી રહ્યા હતા
  • ભૂગર્ભ ગટરના સત્તાધીશોએ જેસીબી વડે ખોદકામ કરી સમસ્યા નિવારવા કવાયત હાથ ધરી

પાટણ: શહેરમાં ભૂગર્ભગટર ચોકઅપ બની ઉભરાવાની સમસ્યા સામાન્ય બની છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતી આ કામગીરીમાં જાહેર માર્ગો પર ઉભરાતી ગટરોની રજૂઆતો નિરાકરણ જલ્દી આવતું નથી, ત્યારે નગરપાલિકા કેમ્પસમાં વાહન શાખાની ગટર ચોકઅપ બનતા તેનું ગંદુ પાણી છેલ્લા દસ દિવસથી કેમ્પસમાં રેલાતું હોવા છતાં સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા. આ અંગે Etv Bharat દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા ભૂગર્ભ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આજે શુક્રવારે જેસીબી મશીનની મદદથી ચેમ્બરની પાઇપલાઇન ખોદી સમસ્યાઓના નિરાકરણ માટેની કામગીરી હાથ ધરી છે.

પાટણ

આ પણ વાંચો : નગરપાલિકાની વાહન શાખાના શૌચાલયની ગટર ઉભરાતા કર્મચારીઓ ત્રસ્ત

સમસ્યાનું કાયમી નિરાકરણ માટે કામગીરી હાથ ધરી

પાટણ

આમ Etv Bharatમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે નગરપાલિકાના ભૂગર્ભ ગટરના શાખાના અધિકારીઓ સફાળા જગ્યા હતા અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ માટે કામગીરી હાથ ધરી હતી.

પાટણ પાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો Etv Bharatના અહેવાલને પગલે જાગ્યા

ABOUT THE AUTHOR

...view details