ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના સાંસદ દારૂ અંગેના ઓડિયોને લઈ ફરી વિવાદમાં સપડાયા - PATAN DAILY UPDATES

પાટણમાં સોમવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની મુલાકાત સમયે જ પાટણ જિલ્લામાં વેચાતા દારૂ અંગે સાંસદ ભરતસિંહ ડાભી સાથેની વાર્તાલાપનો એક ઓડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચ્યો હતો.

પાટણના સાંસદ દારૂ અંગેના ઓડિયોને લઈ ફરી વિવાદમાં સપડાયા
પાટણના સાંસદ દારૂ અંગેના ઓડિયોને લઈ ફરી વિવાદમાં સપડાયા

By

Published : Aug 3, 2021, 10:20 AM IST

Updated : Aug 3, 2021, 4:35 PM IST

  • ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો કથિત ઓડિયો વાયરલ
  • ઓડિયોમાં ભાજપના સાંસદ ભરત ડાભી દારૂ અંગે કરી રહ્યાં છે મોટો ખુલાસો
  • આખા ગુજરાતમાં દારૂ વેચાય છે: સાંસદ ભરતડાભી

પાટણ:સાંસદ ભરતસિંહ ડાભી સાથે મોતી ભાગ દરબાર નામનો શખ્સ સંવાદ કરી રહ્યો છે. જેમાં અરજદારે પાટણમાં ખુલ્લેઆમ દૂધની જેમ દારૂ વેચાતો હોવાની વાત કરી હતી અને કેટલાક બુટલેગરો ઉપરથી નીચે સુધી તેમજ સાંસદને પણ આપતા આપતા હોવાની શેખી મારી છે. જેના પ્રત્યુત્તરમાં સાંસદ જણાવે છે કે, હું આઠ આનાનો પણ હપ્તો લેતો નથી. આખા ગુજરાતમાં દારૂ વેચાય છે ત્યાં શું ચાલે છે તે બધી ખબર છે, એક્શન લેવા વાળા જ ફૂટેલા છે. આ સંવાદમાં સમગ્ર રાજ્યમાં દારૂ વેચાતો હોવાની સાંસદની કબૂલાતને લઇ રાજકીય માહોલ ગરમાયો છે.

પાટણના સાંસદ દારૂ અંગેના ઓડિયોને લઈ ફરી વિવાદમાં સપડાયા

પોલીસ પર દબાણ લાવવા આવા ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે :ગૃહ પ્રધાન

આ કથિત ઓડિયો મામલે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓડિયોમાં સાંસદ સાથે સંવાદ કરનાર પર દારૂના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ પર દબાણ લાવવા આવા ઓડિયો વાયરલ કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી માટે સરકાર કટિબદ્ધ છે.પાટણ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસને સૂચના અપાઈ છે. તેમજ વાયરલ થયેલા વીડિયો મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:નખત્રાણા તાલુકામાં પવનચક્કીના વિવાદમાં મહંત પર થયો હુમલો, ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથક

આ પણ વાંચો:અનુ મલિક ફરી વાર ફસાયા વિવાદમાં

Last Updated : Aug 3, 2021, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details