પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat University) વર્ષ 2020માં 42 જુનીયર કારકુન ભરતી કૌભાંડ મામલે 18થી વધુ વખત રજુઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને લેખીત(Patan MLA wrote a Letter to the CM) રજૂઆત કરી 15 દિવસમાં આ સમગ્ર પ્રકરણની CID ક્રાઇમને તપાસ સોંપવામાં નહી તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.
પાટણના ધારાસભ્યનો પત્ર મુખ્યપ્રધાનને
પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે મુખ્યપ્રધાનને લેખીત રજૂઆત કરી જણાવ્યું હતું કે , હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ 2020માં થયેલ જુનીયર કારકુન ભરતી(HNGU University Recruitment Scam) કરવામાં આવી હતી. જેમાં અગાઉથી નકકી કરેલા નામોની જ ભરતી કરી મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. સરકારની સૂચનાઓનું ઉલ્લંઘન કરી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ ભ્રષ્ટાચાર(Corruption in North Gujarat University) કરી સગાવાદને પ્રોત્સાહન આપ્યું હતું.
સગાવાદને પ્રોત્સાહન આપતા કારોબારી સભ્યનું સભ્યપદ રદ કરવા માંગણી