ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: 50 એચપીના ટ્રેકટરોના પાસિંગ માટે પાટણના ધારાસભ્યએ કરી રજૂઆત - 50 એચપીના ટ્રેકટરોના પાસિંગ માટે રજૂઆત

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 50 એચપીથી વધુના હોર્સપાવરવાળા ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન કરવા રજૂઆત કરી છે. ખેડૂતોના હિતમાં રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન અને વાહન વ્યવહાર કમિશનરને આ અંગે પત્ર લખીને રજૂઆત કરી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 10, 2023, 1:22 PM IST

50 એચપીથી વધુના હોર્સપાવરવાળા ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન બંધ

પાટણ:રાજ્ય સરકાર દ્વારા 50 એચપીથી વધુના હોર્સપાવરવાળા ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. છેલ્લી તારીખ 30 જૂલાઈ 2023ના રોજ રાજ્યના અંદાજે 150થી વધુ ખેડૂતોએ ઓનલાઇન આરટીઓ ટેક્સ ભર્યો છે. પરંતુ પોર્ટલ બંધ થતાં આવા ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન થઈ શકતું નથી અને ખેડૂતોએ ટેક્સના પૈસા ભર્યા હોવા છતાં તેઓને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા ખેડૂતોના હિતમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીને 30 જૂલાઈ 2023 સુધી વધુના હોર્સપાવરવાળા ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન કરવા રજૂઆત કરી છે.

પાટણ ધારાસભ્યએ કરી રજૂઆત

ટ્રેક્ટરોનું રજીસ્ટ્રેશન બંધ: ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 30 જૂલાઈ 2023થી 50 હોર્સ પાવરથી વધુના ટ્રેક્ટરોનું રજીસ્ટ્રેશન બંધ કરેલ છે. જેનું કારણ નવી સીઆરડી એન્જિનવાળું ટ્રેક્ટર આવતું હોવાથી સાદા એન્જિનવાળા 50 hp ઉપરના હોર્સપાવરના આરટીઓ રજીસ્ટ્રેશન બંધ કરેલ છે. રજીસ્ટ્રેશન બંધ કરવાની છેલ્લી તારીખ 30 જૂલાઈ 2023 હતી.

પોર્ટલ ખોલવામાં આવે તેવી માંગણી: પરંતુ ઘણા ખેડૂતોએ તારીખ 30 જૂલાઈ 2023ના રોજ ઓનલાઈન આરટીઓ ટેક્સ ભરેલ છે. પરંતુ પોર્ટલ બંધ થવાના લીધે આવા ટ્રેક્ટરના આરટીઓ રજીસ્ટ્રેશન ન થવાને લીધે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રાજ્યમાં આવા 150થી વધુ ટ્રેક્ટરોના રજીસ્ટ્રેશન થયેલ નથી. ખેડૂતોએ સમયસર રજીસ્ટ્રેશન ફી ભરેલ છે. માટે તેઓને રજીસ્ટ્રેશન નંબર આપવા પોર્ટલ ખોલવામાં આવે તેવી માંગણી કરી છે.

ટ્રેક્ટર પાર્સિંગ ન થાય એટલે તેઓને રજિસ્ટ્રેશન નંબર ન આવે. જેથી ખેડૂતોને લોન ન મળે સબસીડી ન મળે અને આવું ટ્રેક્ટર રોડ ઉપર લઈને ખેડૂતો નીકળે તો તેઓને દંડ ભરવો પડે. પાટણ જિલ્લામાં 50થી વધુ ખેડૂતોએ પાસે આ પ્રકારનું ટ્રેક્ટર છે. જેઓએ માટે જે લોકોએ સમય મર્યાદામાં પૈસા ભર્યા છે તેવા ખેડૂતોના ટ્રેક્ટરના પાર્સિંગ માટે સરકારે પોર્ટલ ખોલવું જોઈએ. - કિરીટ પટેલ, ધારાસભ્ય, પાટણ

  1. repeal farm law: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ
  2. મહેસાણાઃ ભારત બંધમાં APMCમાં કામ કરતા મજૂરો બેકાર બન્યા છતાં ખેડૂતોના હિત માટે લાગણી વ્યક્ત કરી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details