પાટણઃ ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક મામલે ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલા આંકડા(Corona Death Toll) પરથી બેવડી અને સરકારી ચોપડે આંકડા છુપાવવાની નીતિ છતી થઇ છે. સરકારે મોતના આંકડા છુપાવી પ્રજા સાથે છેતરપીંડી કરી છે તેમ જણાવી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે કોંગ્રેસની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી વધુના મૃત્યુ થયા : ડૉ પટેલ
ડૉ. કિરીટ પટેલે જણાવ્યુ કે, ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી વધુના મૃત્યુ (Death from Corona in Gujarat) થયા છે. કોંગ્રેસ દ્વારા આ તમામ મૃતકોના પરીવારજનોને 4 લાખ સહાય ચુકવવા માંગ કરી રહી છે, પરંતુ સરકાર સાચા આંકડા છુપાવી રહી છે. સુપ્રિમ કોર્ટમાં થયેલ રીટમાં ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી 68,370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે. બીજા 24,000 કલેમ પ્રોસેસમાં છે. કુલ 89,633એ વળતર માટે અરજી કરેલ છે. WHOએ પણ ભારત અને ગુજરાતના કોવિડ મૃત્યુ આંક પર વિશ્વાસ નહીં હોવાનું જણાવ્યું છે. વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં પણ કોરોના મૃત્યુઆંક અલગ હતો. આરોગ્ય પ્રધાન અને કમિશ્નરના આંકડામાં પણ વિસંગતતા હતી. વળતર ન ચુકવવું પડે તે માટે સરકાર મૃત્યુના આંકડા છુપાવી રહી છે.
આ પણ વાંચો: ઉપલેટામાં ખાતર બાબતમાં બબાલ સર્જાતા થઈ મારામારી