પાટણ: ગુરુવારે શહેરમાં એક વ્યકિત બેન્કમાં 50 હજારના વહેવાર અર્થે જાહેર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસની ઓળખ આપી બે અજાણ્યા ઇસમો તેમની પાસે રહેલા 50 હજાર રૂપિયાની ચીલઝડપ કરી ભાગી છૂટ્યા હતા.
આ અંગે પાટણ પોલીસને જાણ થતાં આસપાસના જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. જેથી મહેસાણા એલસીબીની ટીમ દ્વારા આ આરોપીઓને પકડી પાડવા નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન પાટણ પોલીસની હદમાંથી ફરાર થયેલા બે આરોપીઓ બાઇક સાથે મહેસાણા એલસીબી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.