- પત્ની પરપુરુષ સાથે એક વર્ષ પહેલા ભાગી ગઈ હતી
- 4 સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
- હાલત ગંભીર થતાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પાટણ: જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી (patan district superintendent of police office) કમ્પાઉન્ડમાં મહિલા પોલીસ સ્ટેશન પાસે બનેલા ચકચારી સામૂહિક આપઘાતના પ્રયાસ (Patan Mass Suicide Attempt)માં ઝેરી દવા ગટગટાવી લેનારા ખાખલના પરમાર પરિવારના પિતા અને 4 સંતાનોની હાલત ગંભીર બનતાં બુધવારે પાંચેય જણાને અમદાવાદ ખસેડાયા હતા.
12 વર્ષની દીકરીનું મોત
આજે ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (ahmedabad civil hospital) સારવાર લઇ રહેલી 12 વર્ષની દીકરી ભાનુબેન પરમારનું મોત નિપજ્યું છે, જયારે પિતા અને અન્ય 3 સંતાનોની હાલત પણ અત્યંત નાજુક હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. આત્મઘાતી બનાવમાં માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઇ છે.
ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો
હારીજ તાલુકાના ખાખલ (khakhal village harij) ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેમની 7 વર્ષની પુત્રીને એક વર્ષ અગાઉ કચ્છનો કમલેશગીરી ગોસ્વામી નામનો શખ્સ ભગાડી (extramarital affairs case in patan) ગયો હતો. પોલીસ ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી તેમની પત્નીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સોમવારે બપોરના અરસામાં તેમણે પોતાની 3 પુત્રી અને એક પુત્ર સાથેપાટણ SP કચેરી સંકુલમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન (patan women's police station)ની બાજુમાં પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બુધવારના વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખસેડ્યા હતા