પાટણઃ રાજ્યમાં લોકડાઉન પાર્ટ-4નો અમલ શરૂ થતાં જ શહેરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ધંધા રોજગાર પુનઃ ધમધમતા બન્યા હતા. શહેરમાં પાન પાર્લરો, કેબીનો, ચા ની હોટલો સહિત મોટા ભાગની દુકાનો ખુલી હતી. તો બીજી તરફ રીક્ષા સહિત અવર જવર માટેના અન્ય વાહનો પણ દોડતા થયા હતા. ત્યારે અઢી મહિના બાદ જિલ્લાનું જનજીવન પુનઃ પાટે ચડી સામાન્ય બનવા તરફ આગળ વધતું જોવા મળ્યુ છે.
લોકડાઉન-4: છૂટછાટ મળતા પાટણની બજારો ફરી ધમધમી - Shops open
રાજ્યમાં લોકડાઉન-4નો અમલ શરૂ થતાં જ પાટણમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ધંધા રોજગાર પુનઃ ધમધમતા બન્યા હતા. શહેરમાં પાન પાર્લરો, કેબીનો, ચા ની હોટલો સહિત મોટા ભાગની દુકાનો ખુલી હતી. તો બીજી તરફ રીક્ષા સહિત અવર જવર માટેના અન્ય વાહનો પણ દોડતા થયા હતા. ત્યારે અઢી મહિના બાદ જિલ્લાનું જનજીવન પુનઃ પાટે ચડી સામાન્ય બનવા તરફ આગળ વધતું જોવા મળ્યુ છે.
![લોકડાઉન-4: છૂટછાટ મળતા પાટણની બજારો ફરી ધમધમી atan markets throbbing again with Lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7261254-654-7261254-1589884580376.jpg)
શહેર સહિત જિલ્લામાં લોકડાઉનનો ચોથો તબક્કો અમલી બનતા મંગળવાર સવારથી જ પાટણમાં મોટા ભાગની બજારોમાં દુકાનો ખુલી હતી. જેમાં કરીયાણા, કટલરી, જવેલર્સ, કાપડ બજાર, વાસણ બજાર, ઈલેક્ટ્રીક ચીજવસ્તુની દુકાનો, ઓટો ગેરેજ સહિતની દુકાનો પર ગ્રાહકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. ચોથા તબક્કાના લોકડાઉનમાં સરકારે પાન મસાલા અને તમાકુની ચીજવસ્તુના વેચાણ પરના પ્રતિબંધ ઉઠાવી લેતા શહેરમાં મોટાભાગના પાન પાર્લરો ખુલ્યા હતા. જો કે માલના અભાવને કારણે તમાકુનું સેવન કરનારાઓને નિરાશ થવું પડ્યુ હતું. તેમજ શહેરના મુખ્ય માર્ગો વાહનો તેમજ રાહદારીઓની અવરજવરથી પુનઃ ધમધમી ઉઠ્યા હતા.