- શ્રદ્ધા ફ્લેટથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરી શરુ
- મુખ્યમંત્રી અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી કામગીરી હાથ ધરાઈ
- 30 લાખના ખર્ચે 440 મીટર પાઇપ લાઇનની નાંખવાની કામગીરી શરૂ કરાઈ
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓમાંથી લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના બળીયા હનુમાન મંદિર પાછળના ભાગે આવેલ શ્રદ્ધા ફ્લેટથી આનંદ સરોવર તરફ જવાના માર્ગ પર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ખર્ચે 440 મીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરીનું ખાતમુહૂર્ત નગરપાલિકાના વોર્ડ નંબર 6ના નગરસેવકોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :ભાવનગરમાં સુએજ વ્યવસ્થા અપૂરતી, નવા પ્લાન્ટ બાદ સંપૂર્ણ વ્યવસ્થા થશે