પાટણઃ રાધનપુર તાલુકાના ગામમાં આવેલું તળાવ વરસાદી પાણીથી ભરાતુ હોવાથી હોવાથી સમગ્ર ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે. પશુપાલકો પોતાના પશુઓને આ પાણી પીવડાવે છે. છેલ્લા 2 દિવસથી તળાવમાં રહેતી માછલીઓના મોત થતા આ મામલે ગ્રામજનોએ તપાસ કરતા જીઆઇડીસીનું કેમિકલયુક્ત પાણી તથા રાધનપુરની ગટરનું પાણી આ ગામના તળાવમાં ઠલવાતા માછલીઓના મોત થયાનું સામે આવ્યું હતું.
રાધનપુરના સાતુન ગામના તળાવમાં માછલીઓના મોત મામલે ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું - fish death indecent
પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામ તળાવમાં દૂષિત પાણીથી હજારો માછલીઓના મોત થતા ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. મંગળવારે રાધનપુરના ધારાસભ્યએ ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ આ ગંદા પાણીના નિકાલ અંગેની રજૂઆત કરી હતી.
રાધનપુરના સાતુન ગામનાં તળાવમાં માછલીઓના મોતનો મામલે ધારાસભ્ય દ્રારા સ્થળ નિરીક્ષણ
માછલીઓના મોતથી ગામમાં દુર્ગંધ ફેલાઈ છે. આ ઘટનાને કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. મંગળવારે રાધનપુર સભ્ય રઘુભાઈ દેસાઈએ આ ગામની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર ગામ લોકોએ આ દુષિત પાણીના કાયમી નિકાલ અંગેની રજૂઆત કરી હતી. ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની ટીમ એ ગામમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી છે.