ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ - પાટણમાં દારૂના સમાચાર

સાંતલપુર તાલુકાના પર ગામના પાટિયા નજીક આવેલી આઇ માતા હોટલ પાસેથી પાટણ LCB પોલીસે ટેન્કરમાંથી 23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેતા દારૂનો ધંધો કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

News from Patan
News from Patan

By

Published : May 13, 2021, 9:26 PM IST

  • પાટણ LCB પોલીસે પર ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂ ઝડપ્યો
  • કેમિકલના ટેન્કરમાંથી પોલીસે 6000થી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી
  • પાટણ LCB પોલીસે 23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પાટણ : LCB, PI સહિત પોલીસ સ્ટાફ સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુઈગામ સીધાડા રોડથી પસાર થઈ ગાંધીધામ તરફ જતા ટ્રેલર નંબર MH 04 HY 1007માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ LCB પોલીસ ટેન્કરને શોધતા પર ગામના પાટિયા નજીક આવેલી આઇ માતા હોટલ પાસે આવી પહોંચી હતી. જ્યાં બાતમી આધારીત ટેન્કર પાર્ક કરેલી મળી આવતા પોલીસે તાકીદે ટેન્કરની તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની 536 પેટીમાં 6000થી વધુ બોટલો મળી આવતા પોલીસે 23 લાખનો દારૂ તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા 33,29,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ

આ પણ વાંચો : વઘઇ પોલીસે 7.6 લાખનો દારૂ ઝડપી આરોપીની ધરપકડ કરી

દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફેલાયો ફફડાટ

પાટણ LCB પોલીસે ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપી લેતા દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. જોકે સવાલ એ છે કે, ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે. તેમ છતાં ગુજરાતમાં દારૂનો જથ્થો આવ્યો કેવી રીતે.

ABOUT THE AUTHOR

...view details