ગુજરાત

gujarat

ETV Bharat / state

#happyjanmashtami2020 : પાટણમાં કાનુડા પધરામણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું

પાટણ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વર્ષોથી કાનુડા કાઢવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાને લઇ કાનુડા કાઢવાની આ પરંપરાને પણ કોરોનાનું ગ્રહણ લાગતાં જૂજ લોકોએ જ પોતાના ઘરે કાનુડાની પધરામણી કરાવી હતી.

happyjanmashtami2020
પાટણ

By

Published : Aug 12, 2020, 4:43 PM IST

પાટણ : શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે. જેમાં જે પરિવારને ત્યાં સંતાનમાં પુત્રનો જન્મ થાય તે પરિવાર પોતાના ઘરે કાનુડાની પધરામણી કરે છે. સદીઓથી આ પરંપરા પાટણમાં ચાલી રહી છે.

જૂજ લોકોએ જ પોતાના ઘરે કાનુડાની પધરામણી કરાવી

આ વર્ષે કોરોના સંક્રમણ વધતા કેટલાક પરિવારોએ આ વિધિ કરવાનું ટાળ્યું હતું. તો કેટલાક પરિવારોએ આ મહામારીને અવગણીને પણ શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરોમાં કાનુડાની સ્થાપના કરી હતી.

કોરોના મહામારીએ ધાર્મિક પ્રસંગોને પણ ગ્રહણ લગાડ્યું

કાનુડા બનાવનાર ઓતિયા પરિવારના જણાવ્યા અનુસાર દરે વર્ષે જે પ્રમાણમાં શહેરીજનો દ્વારા કાનુડાની ખરીદી કરવામાં આવે છે. તેની સરખામણીમાં આ વર્ષે ઓછા પ્રમાણમાં કાનુડાની ખરીદિ કરવામાં આવી છે.વૈશ્વિક બનેલી કોરોના મહામારીએ ધાર્મિક પ્રસંગોને પણ ગ્રહણ લગાડ્યું છે. આ મહામારી ને લઇ લોકો સાદગીપૂર્વક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરી રહ્યા છે.

પાટણમાં કાનુડા પધરામણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું

ABOUT THE AUTHOR

...view details