ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે દાગીના પર HUID હોલમાર્કિંગ ફરજિયાત કરતા પાટણનું ઝવેરી બજાર આજે સજ્જડ બંધ રહ્યું - સોના-ચાંદીના વેપારીઓ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓ પર એચ.યુ.આઈ.ડી (HUID)ના હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ હોલમાર્કિંગના વિરોધમાં સમગ્ર દેશમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી હડતાલમાં સોમવારે પાટણના ઝવેરી બજારના વેપારીઓ પણ જોડાયા હતા. આ તમામ દુકાનો બંધ રાખી સરકારના આ હોલમાર્કિંગના નિર્ણયનો વિરોધ કર્યો હતો

સરકારે દાગીના પર HUID હોલમાર્કિંગ ફરજિયાત કરતા પાટણનું ઝવેરી બજાર આજે સજ્જડ બંધ રહ્યું
સરકારે દાગીના પર HUID હોલમાર્કિંગ ફરજિયાત કરતા પાટણનું ઝવેરી બજાર આજે સજ્જડ બંધ રહ્યું

By

Published : Aug 23, 2021, 3:37 PM IST

  • સરકાર દ્વારા હોલમાર્ક મામલે પાટણ ઝવેરી બજારના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું
  • સરકાર દ્વારા દાગીના ઉપર BIS અને એચ HUID ફરજિયાત કરવામાં આવતાં કરાયો વિરોધ
  • સરકારે દરેક ઘરેણાં પર હોલમાર્ક યુનિક આઈડી નંબર (Hallmark Unique ID) નોંધવો ફરજિયાત કર્યો
  • પાટણના વેપારીઓએ હડતાલની આપી સમર્થન

પાટણઃ કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા દેશના સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓ પર એચ.યુ.આઈ.ડી (HUID)ના હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ હોલમાર્કિંગના વિરોધમાં સમગ્ર દેશમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી હડતાલમાં સોમવારે પાટણના ઝવેરી બજારના વેપારીઓ પણ જોડાયા હતા. આ તમામ દુકાનો બંધ રાખી સરકારના આ હોલમાર્કિંગના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

પાટણના વેપારીઓએ હડતાલને આપ્યું સમર્થન

આ પણ વાંચોઃહોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ

આ નિયમોનો અમલ ન કરનારા વેપારી સામે જેલ, દંડ અને લાઈસન્સ રદ કરવાની જોગવાઈનો અમલ છે

કેન્દ્ર સરકારે સોના-ચાંદીના વ્યવસાય કરતા વેપારીઓ ઉપર BISને સંપૂર્ણપણે ફરજિયાત કર્યું છે. તેની સાથે સાથે ગ્રાહક અને ઉત્પાદન માટે હોલમાર્ક (Hallmark)ની રચના કરવામાં આવી છે. તેની સામે એચ.યુ.આઈ.ડી (HUID)ના નિયમો પણ યોગ્ય બનાવ્યા નથી. આથી વેચાણ માટેની પદ્ધતિ યોગ્ય ન નથી. વળી આ નિયમનો અમલ ન કરનારા વેપારી સામે જેલ, દંડ અને લાઈસન્સ રદ કરવાની જોગવાઈઓનો અમલ છે, જેના કારણે વેપારીઓની હાલત કફોડી બને તેમ છે. આથી, સરકારના આ નિર્ણયના વિરોધમાં વેપારીઓએ પોતાની નારાજગી દર્શાવી છે. સમગ્ર દેશમાં સોના-ચાંદીના વેપારી એસોસિએશનોએ (Gold-Silver Merchant Association) સરકાર સામે આપેલા બંધન એલાનને પાટણ સોના-ચાંદીના તમામ વેપારીઓએ સમર્થન આપે પોતાની દુકાનો બંધ રાખી જડબેસલાક બંધ પાળ્યો હતો.

સરકાર દ્વારા દાગીના ઉપર BIS અને એચ HUID ફરજિયાત કરવામાં આવતાં કરાયો વિરોધ

આ પણ વાંચોઃરાજકોટની સોની બજારમાં BIS દ્વારા ચકાસણી હાથ ધરાઈ, સોની વેપારીઓમાં ભયનો માહોલ

ઝવેરી બજારના 700 વેપારીઓએ જડબેસલાક બંધ પાળ્યું

પાટણના ઝવેરી બજારમાં આવેલી સોના-ચાંદીની 300 જેટલી દુકાનોના 700 જેટલા વેપારીઓ અને કારીગરોએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી હડતાલને સમર્થન આપ્યું હતું અને સૂત્રોચ્ચારો પોકારી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details