ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ - Patan

પાટણઃ જિલ્લામાં મંગળવાર મોડી રાતથી પડેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે શહેરનું પ્રથમ રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ

By

Published : Aug 28, 2019, 3:03 PM IST

પાટણમાં સામાન્ય વરસાદ પડે ત્યારે રેલવેનું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યા વષો જૂની છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરાઈ નથી. પાટણ ગત રાત્રીએ પડેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં રેલવે ગરનાળુ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. જેથી લોકો ને ભારે હાલકીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. નાળાનો વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકો જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે.

પાટણમાં સામાન્ય વરસાદ વરસતા રેલવેનું ગરનાળુ થયુ પાણીમાં ગરકાવ

વિસ્તારના લોકોએ નગરપાલિકાના ઉપપ્રમુખને જાણ કરતા તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી અને વરસાદ બંધ થાય એટલે તાબડતોબ આ નાળામાંથી વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details