ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની સિદ્ધહેમ શાખા દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ - ચીન

ચીન દ્વારા કરાયેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો.

પાટણમાં સિદ્ધહેમ શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
પાટણમાં સિદ્ધહેમ શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

By

Published : Jun 21, 2020, 2:40 AM IST

પાટણઃ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોએ પૂર્વ આયોજિત રીતે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહિદ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં વીર સપૂતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાટણમાં સિદ્ધહેમ શાખા દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

પાટણમાં શનિવારે સાંજે ભારત વિકાસ પરિષદની સિદ્ધ હેમ શાખા દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિદ્ધહેમ શાખાના કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાટણમાં સિદ્ધહેમ શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

ABOUT THE AUTHOR

...view details