પાટણામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ - ગણેશજી
પાટણ: જિલ્લામા સવારથી જ ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજી ની પ્રતિમાઓને ઊંટ લારી તેમજ અન્ય વાહનોમાં લઈ જઈ વિવિધ પાંડાલો સ્થાપિત કરાઈ હતી. પાટણમાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. શહેરના માર્ગો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા
પાટણમાં જાહેર સ્થળો ઉપરાંત મહોલ્લા પોળો તેમજ સોસાયટી વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાઓને વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી છે. ગણેશ ભક્તો અબીલ ગુલાલની છોળો ઉડાડતા મૂર્તિઓને લઈ જતા જોવા મળ્યા હતા. એક પછી એક ગણપતિ ની મૂર્તિઓ સાથેના વરઘોડા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા અનેરૂ વાતાવરણ સર્જાયું હતું. દિવસભર મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગણેશ મહોત્સવ દ્વારા પ્રજાના સાનિધ્યમાં બીજા વર્ષે પણ પાટણ કા રાજા ગણેશ મહોત્સવનું જુનાગંજ બજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શ્રીજીની મૂર્તિને વિધિવત રીતે સ્થાપિત કરાઈ હતી.