પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્સન હોલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પદાધિકારીઓ આગેવાનો તેમજ વિવિધ મંડળના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. કાર્યકરોની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને મુખ્યપ્રધાને સાંભળ્યા હતા. કાર્યકર્તાઓના તમામ પ્રશ્નો સર્વે હલ કરવાની મુખ્યપ્રધાને ખાતરી આપી હતી. સાથે જ આગેવાનો કાર્યકરોને કર્મનિષ્ઠ થઈ કામ કરવા મુખ્યપ્રધાને અનુરોધ કર્યો હતો.
સરકારી યોજનાઓ જનજન સુધી પહોચાડવા અનુરોધ : પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કન્વેન્સન હોલ ખાતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોની સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો. આ બેઠકમાં પુર્વ ગૃહપ્રધાન રજની પટેલ, સાંસદ ભરત ડાભી, પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મયંક નાયક સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યપ્રધાને કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત થકી અપાતો સંદેશ જન જન સુધી પહોંચાડી લોકો સરકારની યોજનાઓથી લાભાન્વિત બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુઘી પહોચાડવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો :Congress Party: પ્રોફેસરની આત્મહત્યાને લઇને ભાજપ પર કોંગ્રેસના પ્રહાર