ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુર અને ચાણસ્મા GIDCના ઔદ્યોગિક એકમોમાં શ્રમવિભાગની ટીમ દ્વારા ચકાસણી - કોરોનાને અટકાવવા ગાઇડલાઇનું પાલન કરવામાં આવે છે કે નહિ માટે શ્રમ વિભાગે ચકાસણી કરી

પાટણમાં અનલૉક-2ના અમલીકરણ સાથે કાર્યરત ધંધા-રોજગારના સ્થળોએ સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તે સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સોમવારે શ્રમ વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

etv bharat
પાટણ: સિદ્ધપુર અને ચાણસ્મા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમા શ્રમવિભાગની ટીમ દ્વારા ચકાસણી

By

Published : Jul 20, 2020, 8:30 PM IST

પાટણ : કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 અંતર્ગત ઔદ્યોગીક અને સંસ્થાકીય એકમોમાં કામ બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજર અને માર્ગદર્શક સુચનાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા શ્રમ વિભાગની ટીમ દ્વારા સિદ્ધપુર જી.આઈ.ડી.સી.ના 16 એકમો તથા ચાણસ્મા જી.આઈ.ડી.સી.ના 11 એકમોની મુલાકાત કરવામાં આવી હતી.

જેમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ઔદ્યોગીક એકમોમાં કામ કરતાં કર્મચારીઓ તથા શ્રમયોગીઓ કામના સમયે માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પહેરે છે તથા કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે કે નહિ તેની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી.
તેમજ કામના સ્થળે હાથ ધોવાની વ્યવસ્થા અને સ્થળનું સમયાંતરે સેનેટાઈઝેશન થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી શ્રમ અધિકારી બી.વી. દેસાઈ દ્વારા ઔદ્યોગીક એકમો અને સંસ્થાઓના માલિકોને આરોગ્ય વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજર અને માર્ગદર્શક સુચનાઓના સુચારૂ અમલીકરણ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details