પાટણ રાધનપુર GIDCમાં આવેલી તેલની ત્રણ પેઢીઓમાં પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે (oil traders Raids in Radhanpur) ઓચિંતા દરોડા પાડ્તા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ દરોડા હાથ ધરતા ભેળસેળિયા (Three generations of oil raids) વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ પેઢીઓમાંથી અલગ અલગ તેલના સાત જેટલા નમુના લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. (Patan Food and Drugs Department Raids)
તહેવારો પર વેપારીઓ સતર્ક, ખાદ્યતેલની ત્રણ પેઢી પર દરોડા - Radhanpur GIDC raid
દિવાળી નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (oil traders Raids in Radhanpur) સફાળું જાગ્યું છે. પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાધનપુર GIDC દરોડા પાડી તેલની ત્રણ પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમાં ત્રણ પેઢીમાંથી શંકાસ્પદ તેલના 7 નમૂના લીધા લઈને કાર્યવાહી હાથ ધરી છે. (Patan Food and Drugs Department)
દરોડા શહેરીજનોમાં ચર્ચાસ્પદ રાધનપુર GIDCમાં ખાદ્ય તેલનું વેચાણ કરતી આહિર ટ્રેડિંગ, દેવીકૃપા પ્રોડક્ટ્સ અને માધવ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ સેફટી અધિકારી એમ.એમ. પટેલ અને યુ.એસ. રાવલ સહિતની ટીમે ઓચીંતા દરોડા પાડ્યા હતા. અલગ અલગ મિલના ખાદત તેલના દબાવોમાંથી તેલના સેમ્પલ લઇ તેને પરીક્ષણ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પાટણ જિલ્લાના અધિકારીઓએ પાટણની ઘી બજારમાં દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો. જેના નમૂના પરીક્ષણ અર્થે મોકલ્યા હતા પરંતુ આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી નહીં થતાં આ દરોડા પણ શહેરીજનોમાં ભારે ચર્ચાસ્પદ બન્યા હતા. (Radhanpur GIDC raid)
ભેળસેળિયા ડિસ્કો તેલ આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો બીજી બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા બજારમાં ડિસ્કો તેલનું વેચાણ કરી શહેરીજનોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે. સસ્તામાં મળતા આ ભેળસેળિયા ડિસ્કો તેલનો કેટલાક મીઠાઈના વેપારીઓ પણ ઉપયોગ કરે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવા સ્થળો ઉપર પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, નવરાત્રી અને દિવાળી પર મિઠાઈનું લેતી દેતી રહેતી હોય છે. (Patan Food and Drugs Department)