પાટણઃ ગુજરાત રાજ્યની આવનારી વિધાનસભાની ચૂંટણીની (GUJARAT ASSEMBLY ELECTION 2022) તારીખો થઇ ચુકી છે. કુલ બે તબક્કામાં યોજાનાર ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે પાટણ જિલ્લામાં બીજા તબક્કા દરમિયાન મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લામાં કુલ 4 વિધાનસભાની બેઠકો માટે મતદાન થશે. જેમાં રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરનો (Patan Assembly Seats) સમાવેશ થાય છે. સદર મામલે જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ (Patan Collector) કરીને તૈયારી અંગે જણાવતા કહ્યું કે લોકશાહીના મહાન પર્વ (FESTIVAL OF DEMOCRACY) સમાન ચૂંટણી પ્રક્રિયા (Patal Collector Office) સફળ બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ પુરતી તૈયારીઓ કરી લીધી છે.
તંત્ર સંપૂર્ણ સજ્જ: ચાર વિધાનસભા બેઠકો સંદર્ભે વિગતો આપતા કલેકટરે જણાવ્યુ કે પાટણ જિલ્લાના 604694 પુરૂષ મતદાતા, અને 567932 સ્ત્રી મતદાતા સહિત અન્યમાં 27 એમ કુલ મળીને 1172653 મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં કુલ 1231 પોલીંગ સ્ટેશન અને 785 પોલીંગ સ્ટેશન લોકેશન ઉભા કરાયા છે. તેમજ 32 જેટલા પ્રાઈવેટ પોલીંગ સ્ટેશ પણ ઉભા કરાયા છે જે પાટણ તાલુકામાં છે. જિલ્લામાં કુલ 713 સર્વિસ વોટર્સ અને 10143 દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિતની તમામ સહાયક સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ જરૂરિયાત હોય તેવા મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ વર્ષે 18-19 વર્ષના કુલ 40055 એટલે કે 9.86% મતદારો છે. 20-29 વર્ષના કુલ 271534 એટલે કે 30% અને 80+ ના કુલ 20613 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.