પાટણ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે રેન્જ આઈ.જી.ડી.બી.વાઘેલા બે દિવસ પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરેડ પૂર્વે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું આઇ.જી.એ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પરેડ યોજાઈ હતી જેમાં 51 પોલીસ અધિકારીઓ અને 140 પોલીસ કર્મચારીઓએ રેન્જ આઈ.જી.ને સલામી આપી હતી.
પાટણમાં પોલીસ સેરિમોનિયલ પરેડ, IGની હાજરીમાં યોજાઇ મોકડ્રિલ - police
પાટણઃ જિલ્લા પોલીસની સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું મૂલ્યાંકન કરવા કચ્છ-ભૂજ બોર્ડર રેન્જ આઈ.જી. દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જે સંદર્ભે પાટણ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરિમોનિયલ પરેડ યોજાઈ હતી. આ પરેડમાં અધિકારીઓ અને કર્મચારીઓએ આઈ.જી.ને સલામી આપી વિવિધ મોકડ્રિલ યોજી હતી.
સ્પોટ ફોટો
પરેડમાં પોલિસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ બદલી, રાઇફલ એક્સચેન્જ, કેદી પાર્ટી, રેપન ડ્રિલ તેમજ ઘોડેસવારીના દિલધડક કરતબો યજવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાઇવે માર્ગ પરથી ઘાતક હથિયારો સાથે વાહનમા પસાર થઈ રહેલા ઈસમોને પકડવા માટે ચેક પોસ્ટ ડ્રિલ યોજાઈ હતી. પાટણ જિલ્લા પોલીસની પરેડ અને વિવિધ ડ્રિલની રેન્જ આઈ.જી.એ સરાહના કરી હતી.