ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન વચ્ચે પાટણ જિલ્લા પંચાયતની બેઠક મળી - ગુજરાત કોરોના અપડેટ

પાટણ જિલ્લામાં કોરોના મહામારીને લઇને લોકડાઉન અમલી કરાયું છે. મંગળવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં મનરેગાનું બજેટ મંજૂર કરી વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી.

લોકડાઉન વચ્ચે પાટણ જિલ્લા પંચાયતની બેઠક મળી
લોકડાઉન વચ્ચે પાટણ જિલ્લા પંચાયતની બેઠક મળી

By

Published : Apr 20, 2021, 5:10 PM IST

  • કોરોના કાળ વચ્ચે પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી
  • જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના
  • મનરેગા યોજનાનું વર્ષ 2021-22નું બજેટ મંજૂર કરાયું
  • ચાલુ વર્ષે મનરેગા યોજનાના લેબર માટે 90 કરોડનું બજેટ મંજૂર કરાયું

પાટણઃ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલમાં મહિલા પ્રમુખ ભાનુમતિબેન મકવાણા અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી સામાજિક ન્યાય શિક્ષણ આરોગ્ય બાંધકામ અપીલ ઉત્પાદન સહકાર અને સિંચાઈ મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓની સમિતિઓની રચના કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના

આ પણ વાંચ્યોઃ પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મનરેગા યોજના માટે ત્રણ ગણું બજેટ મંજૂર કરાયું

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાનું વર્ક 2021-22નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચ્યોઃ પાટણ જિલ્લાના રાધનપુરમાં 60 કલાકનું સ્વૈચ્છિક લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details