- પાટણમાં સોમવારે સાંજે વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા
- સોમવારે સાંજે પાટણ હારીજ અને સરસ્વતી તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા
- ધોધમાર વરસાદની લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું
- ભાદરવાના તડકાથી લોકો પરેશાન થયા
પાટણ: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે પાટણ પંથકમાં સોમવારે સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને જોતજોતામાં ચારેય બાજુ ફેલાઈ જતા ધોધમાર વરસાદ પડશે તેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા બાદ વાદળો વિખેરાઇ ગયા હતા અને વરસાદે વિરામ લીધો હતો. મંગળવારે સવારથી જ આકાશ સ્વચ્છ બન્યું હતું અને ભાદરવાના પ્રથમ દિવસે સૂર્ય અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. પાટણ પંચાયતમાં સોમવારે રાત્રે પડેલા વરસાદી ઝાપટાં પાટણ તાલુકામાં 8 mm, સરસ્વતી તાલુકામાં 18 mm અને હારીજ તાલુકામાં 37 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ ઓછો નોંધાયો હતો.