પાટણ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020 મા લેવાયેલી બોર્ડની પરિક્ષામાં પાટણ જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પર કુલ 8023 વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતુ, જે પૈકી 8015 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે સોમવારના રોજ પરિણામ જાહેર થતા પાટણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં 86 ટકા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લામાં કુલ 6947 વિધાર્થીઓ પાસ થયા છે. જ્યારે 1068 વિધાર્થીઓ નાપાસ થયા છે.
પાટણની પીપીજી એક્સપરી મેન્ટલ હાઈસ્કૂલની વિધાર્થીની ઠક્કર રીયાએ 99.98 પીઆર રેન્ક સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે શાળાના પ્રજાપતિ મૌલિકે 99.90 રેન્ક સાથે જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. શાળાના શિક્ષકોએ વિધાર્થીઓને મો મીઠુ કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લામાં પ્રથમ આવનાર વિધાર્થીનીએ આ સફળતાનો શ્રેય માતા-પિતા અને શાળા શિક્ષકો આપ્યો હતો.