ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી - અગરિયા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ રણમાં મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા અગરિયાઓની પાટણ જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી અને તેમની સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી.

પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી
પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી

By

Published : Nov 28, 2020, 9:50 PM IST

  • પાટણ કલેક્ટરે અગરીયાઓની મુલાકાત લીધી
  • રણમાં મીઠું પકવતા અગરીયાઓના પ્રશ્નો કલેક્ટરે સાંભળ્યા
  • અગરીયાઓએ પીવાના પાણી, રોડ રસ્તા તેમજ આંગણવાડીની કરી માગ

પાટણ: જિલ્લાના રણની કાધીએ આવેલ સાંતલપુર તાલુકામાં રણમાં ઘણા વર્ષોથી મીઠું પકવવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે, જેમાં અગરિયાઓ મીઠું પકવે છે. સરકાર દ્વારા પણ અગરિયાઓ અને તેમના પરિવારો માટે વિવિધ યોજનાઓ અમલી કરી અગરિયાઓને લાભ આપવામાં આવી રહ્યો છે.

પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી

ઓચિંતી લીધી મુલાકાત

પાટણ જિલ્લા કલેકટર સુપ્રિત સિંહ ગુલાટીએ રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને તેમના પરિવારની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેમને મૂંઝવતા પ્રશ્નો અંગેની ચર્ચાઓ કરી હતી. મીઠું પકવતા અગરીયાઓએ જિલ્લા કલેકટર સમક્ષ પીવાના પાણી તેમજ રોડ રસ્તાની સમસ્યાઓનો નિકાલ કરવા તથા બાળકો માટે આંગણવાડી બનાવવાની માંગ કરી હતી.

પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી

કલેક્ટરે અગરીયાઓના પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાત્રી આપી

મીઠું પકવતા અગરિયાઓને સ્પર્શતા પ્રશ્નો અંગે વહીવટીતંત્ર દ્વારા સરકારમાં રજૂઆત કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે તેવી હૈયાધારણા જિલ્લા કલેક્ટરે આપી હતી.

પાટણ જિલ્લા કલેક્ટરે અગરિયાઓની લીધી મુલાકાત, પ્રશ્નોનું નિરાકરણ કરવાની આપી ખાત્રી

ABOUT THE AUTHOR

...view details