પાટણ: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં (Gujarat Assembly Election 2022) આ વર્ષે પ્રથમવાર શારીરિક રીતે અસક્ષમ, વયોવૃદ્ધ અને દિવ્યાંગો મતપત્રથી મત આપશે. ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારીઓ અને આવશ્યક સેવાઓના કર્મચારીઓ કે, જેઓ પોતાના મતવિસ્તારથી બહાર ફરજ નિભાવી રહ્યા છે. તેઓ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે અને પોતાના કિમતી મત આપી કરી શકે. તે માટે ફોર્મ 12-D ભરવું આવશ્યક છે. જે અનુસંધાને પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતપત્રથી મતાધિકાર મેળવવાનું 12-D ફોર્મ ભર્યું (Collector Suprit Singh filled Form 12 D to vote) હતુ. જે અનુસંધાને પાટણ ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતપત્ર મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
12-D ફોર્મ ભરવાની અપીલ: ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ/કર્મચારી તેમજ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને ફોર્મ 12-D ભરી મતપત્રથી મતાધિકાર મેળવવા માટેની અપીલ પણ કરી હતી. જેથી ફરજની સાથે સાથે લોકશાહીના મહાપર્વમાં પણ સહભાગી બનીને મતદાન કરી શકાય.
પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ મતદાન કરવા ફોર્મ 12 D ભર્યું - Appeal to File Form 12 D
ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થઈ ચૂકી છે. જેને લઈને તમામ જિલ્લાઓના ક્લેક્ટરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી (Collector Suprit Singh filled Form 12 D to vote) છે. આ માટે યોગ્ય સમયે બેઠક પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને ચૂંટણીપંચ સાથે કામ હેતુ જોડાયેલા કર્મચારીઓ મતદાર કરી શકે એ માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
Etv Bharatપાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીએ મતદાન કરવા ફોર્મ 12 D ભર્યું
મતપત્રથી મતદાન: ચૂંટણી સાથે જોડાયેલા સરકારી અધિકારી/કર્મચારીઓ, આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ મતપત્રથી મતદાન કરી શકે છે. તે માટે 12-D ફોર્મ છે. આ ફોર્મ ભરીને સરકારી અધિકારીઓ/કર્મચારીઓ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. જે અનુસંધાને પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતપત્રથી મતાધિકાર મેળવવાનું 12-D ફોર્મ ભર્યું હતુ.