પાટણ : સિદ્ધપુર ખાતે આવેલ એચ.એમ.આંગડિયા પેઢીના માલિકની રેકી કરી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી અંદાજે 35 થી 40 લાખની લૂંટનો પ્લાન ઘડી ઉભેલા 6 ઘાડપાડુઓને સિધ્ધપુર પોલીસે ઝડપી પાડ્યા હતાં. આ કેસમાં આજે વધુ તપાસ અર્થે સિદ્ધપુર કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આ ટોળકી પાસેથી પોલીસે વેગનાર ગાડી તેમજ મરચાની ભુકી અને ઘાતક હથિયારો જપ્ત કર્યા છે.
આંગડિયા કર્મચારીને લૂંટવાનો પ્લાન : પાટણ જfલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા એસપી એ કરેલ સૂચનાને સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન સિદ્ધપુર ગંજ બજારના ગેટ પાસે આવતા બાતમી મળી હતી કે સિદ્ધપુર ગંજ બજારમાં આવેલ એચ.એમ. આંગડીયા પેઢી નજીક વેગેનાર ગાડી તથા બાઈક સાથે કેટલાક ઇસમો લૂંટ કરવાના ઇરાદે ઉભેલા છે. આ માહિતીના આધારે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઇ તપાસ કરતા વેગેનાર ગાડી તથા મોટર સાયકલ સાથે છ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે વાહનોની ઝડતી કરતાં પ્રાણઘાતક હથિયારો તથા મરચાની સુકી ભૂકી મળી આવતાં શંકાસ્પદ ઇસમોની ઉંડાણપુર્વક પૂછપરછ કરતાં શંકાસ્પદ ઇસમ કિશનસિંહ હિરભા દરબાર સિદ્ધપુર ખાતેના રહેવાસી હોઈ અને જેઓએ એચ.એમ. આંગડીયા પેઢીની તથા તેના માલિકના રહેણાંક મકાન સુધી અવારનવાર રેકી કરી હતી. પેઢીના શેઠ સાંજના સાતેક વાગ્યાની આસપાસ છેલ્લે પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા તેઓની ગાડીમાં લઇ જતાં હોવાની ટીપ મેળવી હતી. તેમાં અન્ય સાગરિતોની સાથે મળી પ્લાનીંગ કરી એચ.એમ. આંગડીયા પેઢીના શેઠની આંખોમાં મરચાની ભૂકી નાખી પ્રાણધાતક હથિયારોનો ઉપયોગ કરી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતાં...કે. કે. પંડ્યા ( ડીવાયએસપી )