ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime: ટ્રેકટર છોડવવાના કેસમાં પોલીસ કર્મી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા

પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનના કર્મી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા છે. પોલીસ કર્મીને બિનવારસી ટ્રેકટર મળી આવ્યું હતું. જેની લાંચ માંગતા ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેણે ACB ટીમને જાણ કરી હતી. જેને લઈને ACB ટીમે છટકુ ગોઠવી લાંચ લેતા રંગેહાથે ઝડપાવ્યા હતા.

Patan Crime : ટ્રેકટર છોડવવાના કેસમાં પોલીસ કર્મી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા
Patan Crime : ટ્રેકટર છોડવવાના કેસમાં પોલીસ કર્મી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા

By

Published : Feb 16, 2023, 10:46 AM IST

પાટણ : જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ રાણા અને વચેટીયો શખ્સ લાંચની રકમ લેતા ઝડપાયા છે. લાંચની રકમ સ્વીકારતા બનાસકાંઠા ACB ટીમના હાથે છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયાના સમાચાર વાયુવેગે પ્રસરતા જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. ACB ટીમે બંનેને ડીટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેકટર છોડવા માંગી હતી લાંચ :વાગડોદ પોલીસ સ્ટેશનમાં અ.પો.કો. તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ શંભુજી રાણાએ ફરીયાદીનું ટ્રેકટર વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાંથી બિનવારસી મળી આવ્યું હતું. જે પકડેલ હતું. આથી ફરીયાદીએ કોઇપણ વહીવટી કાર્યવાહી વગર પોલીસ સ્ટેશનમાં પડેલા આ ટ્રેકટર છોડાવવા માટે કહેતા પોલીસકર્મી મહેન્દ્રસિંહ રાણાએ 6 હજાર લાંચની માંગણી કરી હતી. આ રકમ સ્થાનિક વચેટીયા મુકેશજી સતાજી ઠાકોર (રહે . વાગડોદ) ને આપી દેવા જણાવ્યું હતું.

આ પણ વાંચો :Vadodara Crime : ACB એ છટકું ગોઠવી જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપ્યો

ACB ટીમ સાથે છટકુ ગોઠવ્યું :પરંતુ ફરીયાદી આ રકમ આપવા માંગતો ન હોવાથી તેમણે પાલનપુર ACB ટીમનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ACB બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ACB બનાસકાંઠાના PI એન.એ.ચૌધરીએ ટીમ સાથે છટકુ ગોઠવ્યું હતું. વાગડોદ ચાર રસ્તા પર આવેલા માનસી પાર્લર પર બોલાવ્યા હતા. જયાં પોલીસકર્મી મહેન્દ્રસિંહ રાણાના કહેવાથી વચેટીયો શખ્સ મુકેશજી સતાજી ઠાકોર ફરીયાદી પાસેથી લાંચના 6 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ACB ટીમે બંનેને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :Gujarat Govt Officer Bribery case : રાજ્ય વેરા અધિકારી વતી 2.37 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો

પોલિસ બેડામાં ખળભળાટ :વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેમનો વચેટીયો ACBના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખડબડાટ મચ્યો છે. ફરિયાદીનું ટ્રેકટર હાઇવે રોડ પર બિનવારસી હાલતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહ્યું હતું. જે અંગેની જાણ વાગડોદ પોલીસને થતા આ ટ્રેક્ટર પોલીસે ડીટેઇન કર્યું હતું. જેથી ફરિયાદી ટ્રેક્ટર લેવા માટે પોલિસ સ્ટેશન આવ્યો, ત્યારે કોઈપણ કાર્યવાહી કર્યા વગર ટ્રેક્ટર છોડવા માટે ફરજ પરના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાણાએ લાંચ પેટે રૂપિયા 6,000ની માંગણી કરી હતી. તે રૂપિયા પોતાના વચેટીયાને આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદી આ પૈસા આપવા માંગતો ન હોય તેને ACB બનાસકાંઠાનો સંપર્ક કર્યો હતો. લાંચ માગનાર પોલીસ કર્મચારી અને વચેટીયાને રંગે હાથ ઝડપાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details