ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime : પાટણ એલસીબીનો સપાટો, આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ટોળકી ઝડપી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - ભાગબટાઇ

પાટણ પોલીસે સપાટો બોલાવતાં આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ટોળકી ઝડપી લીધી છે. ગુજરાતના અનેક જિલ્લા અને અન્ય રાજ્યમાં પણ મોટાપાયે ચોરી કરનારી ગેંગ ભાગબટાઇ માટે મળી હતી, ત્યારે જ પોલીસના સકંજામાં આવી ગઇ હતી.

Patan Crime : પાટણ એલસીબીનો સપાટો, આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ટોળકી ઝડપી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Patan Crime : પાટણ એલસીબીનો સપાટો, આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ટોળકી ઝડપી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 9:30 PM IST

7 રીઢા ગુનેગારોને ઝડપી લીધા

પાટણ : રાજ્યના વિવિધ શહેરોમાં ધાર્મિક સ્થળો પર ભરાતા પ્રસિદ્ધ મેળાઓ અને ભીડભાડવાળી જગ્યાઓમાં સિફત પૂર્વક ચેનસ્નેચિંગ અને ખિસ્સા હળવા કરતી ટોળકીના સાગરીતો પાટણના માખણીયાપુરમાં એકઠા થયા હતાં. ચોરીના માલની ભાગ બટાઈ કરે તે પહેલા જ પાટણ એલસીબી પોલીસે ત્રાટકી 7 રીઢા ગુનેગારોને ઝડપી લીધા લઈ તેઓની પાસેથી રૂપિયા 5, 73,0,30 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

માલ વહેંચણી પહેલાં પકડાયાં : પકડાયેલી આ ટોળકીએ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર તેમજ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 16 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. કાળા કરમની કમાણીની ભાગ બટાઈ કરે તે પહેલાં પાટણ પોલીસે દબોચી લીધાં હતાં.

પોલીસનો દરોડો પાડતાં શું મળ્યું :નાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામે નવરાત્રીના પાંચમના દિવસે મણિભદ્ર વીરના મેળામાં ચેન સ્નેચીગની ઘટના બની હતી. જેને અંજામ આપનાર રીઢા અને આંતરરાજ્ય ગુનેગારોની ટોળકી પાટણના માખણીયાપુરા વિસ્તારમાં ચોરીના માલમત્તાની ભાગ બટાઈ કરવા ભેગી થનાર છે. તેવી બાતમી પાટણ એલસીબી પોલીસને મળતા ઇન્ચાર્જ પીઆઈ આર. એમ. પરમાર પીએસઆઇ આર કે પટેલ સ્ટાફ સાથે બાતમીવાળા સ્થળે રેડ કરી હતી અને મૂળ પાટણ જિલ્લાના વતની એવા 7 રીઢા ગુનેગારોને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી સોનાની 6 ચેન,સોનાનું એક પેન્ડલ,7 મોબાઈલ,રોકડ રકમ તેમજ દોરા કાપવા માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બે સ્પ્રિંગ કટર મળી કુલ રૂપિયા 5,73,0,30 નો મુદ્દા માલ મળી આવ્યો હતો. જે જપ્ત કરી પાટણ જિલ્લાના મૂળ વતની એવા આ 7 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ટોળકીના સભ્યો મેળામાં એક જગ્યાએ એક સાથે આઠથી દસ સોનાના દોરાની ચોરી કરતા હતા. તે મુદ્દામાલ બહાર બેઠેલા શખ્સને આપી પોતાની ઓળખ છુપાવવા પહેરેલા કપડાં બદલી ફરીથી ચોરી કરવા મેળામાં જતાં હતાં. મેળાઓમાં સિફતપૂર્વક સોનાના દોરા ચોરતા હતા...આર. એમ. પરમાર (પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ)

ભીડભાળવાળી જગ્યાઓમાં ટાર્ગેટ કરતાં : પોલીસની પૂછપરછમાં આ ટોળકી દ્વારા ધાર્મિક સ્થળોએ યોજાતા મેળામાં દર્શનાર્થીઓની ભીડ, એસટી બસ સ્ટેન્ડમાં ચડતા મુસાફરોને નિશાન બનાવતી હતી. ખાસ કરીને ભીડભાળવાળી જગ્યાઓમાં મહિલાઓના ગળામાં પહેરેલ સોનાના દોરા, મંગલસૂત્રને કટરથી કાપી તથા પાકીટમાં રહેલ રોકડ રકમની તેમજ મોબાઇલ ફોન શિફ્ત પુર્વક શેરવી લઈ ચોરી કરતી હતી.

મુદ્દામાલ જપ્ત
પકડાયેલ આરોપીઓની વિગત : પોલીસે પકડેલા ચોર ટોળકીમાં દેવીપુજક સુનિલ રમેશભાઇ રહે.ચાણસ્મા ઇન્દિરાનગર જી.પાટણ) વિષ્ણુભાઇ ઉર્ફે કાચબો સંપતભાઇ ઉર્ફે દેવીપુજક રહે.છઠીયારડા જી.મહેસાણા બાબુભાઇ જુહાભાઇ દેવીપુજક રહે.વાઘોડીયા જી.વડોદરા મુળ રહે મણુદ , તા.જી.પાટણ છોટાભાઇ જીવાભાઇ દેવીપુજક રહે. કેશણી જી.પાટણ સુનિલ રામુભાઇ દેવીપુજક રહે.મુળ માત્રોટા જી.પાટણ (દિલીપ ભરતભાઇ દેવીપુજક રહે.દેલમાલ જી.પાટણજયંતિભાઇ અજાભાઇ દેવીપુજક રહે. મોટીદાઉ જી.મહેસાણાનો સમાવેશ થાય છે.
  1. Navsari Crime: ચીખલી પોલીસે આંતરરાજય બાઇક ચોર ટોળકીને ઝડપી પાડી, મહારાષ્ટ્રની 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
  2. Bhavnagar Crime: ગુજરાત મહારાષ્ટ્રમાં 46 ચોરીઓનો ભેદ ખુલ્યો, કાર લઈને ચોરીઓ કરતી ગેંગે ભારે કરી
  3. Rajkot Crime News: ઘરફોડ કરતા રીઢા ચોરોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધા, ઉલટ તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાયા

ABOUT THE AUTHOR

...view details