ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime News : પરણિતાની આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં આરોપીને કડક સજાની માગ કરતો મોદી સમાજ - પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ

પાટણમાં પરિણીત મહિલાને મરવા માટે મજબૂર કરનાર પ્રેમીને કડકમાં કડક સજા મળે તેવી માગણી પાટણ મોદી સમાજે કરી છે. આ માંગ સાથે આજે પાટણ શહેર મોદી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

Patan Crime News : પરણિતાની આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં આરોપીને કડક સજાની માગ કરતો મોદીસમાજ
Patan Crime News : પરણિતાની આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં આરોપીને કડક સજાની માગ કરતો મોદીસમાજ

By

Published : Feb 22, 2023, 6:17 PM IST

પાટણ શહેર મોદી સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી

પાટણ : પાટણમાં પરિણીત મહિલાને મરવા માટે મજબૂર કરનાર પ્રેમીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે પાટણ શહેર મોદી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. પાટણ શહેર સમગ્ર મોઢ મોદી ઘાંચી સમાજે આજે મૃતક પરિણીતાના નિવાસસ્થાનેથી વિશાળ રેલી યોજી હતી.

પોલીસ વડાની કચેરીએ પહોંચી : રેલી મોદી સમાજની આ રેલીે શહેરના વિવિધ માર્ગો ઉપર થઈ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં સમાજના આગેવાનોએ એસપી વિજય પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે મહેશ ઠક્કરે મૃતક પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધી મહિલાને બ્લેકમેલ કરી 67 તોલા સોનાના દાગીના અને સાડા ચાર કિલો ચાંદી ફોસલાવી લલચાવીને લઈ લીધા હતાં.

આ પણ વાંચો મહિલા આપઘાત કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી

પ્રેમીએ બ્લેકમેલ કરી દાગીના લીધા : છ દિવસ અગાઉ મોદી સમાજની મહિલાએ કરેલી આત્મહત્યાના મામલા વિશે જોઇએ. સમગ્ર ઘટના ક્રમમાં મહેશ ઠક્કરની ધર્મની પિતરાઈ બહેન પાયલ જોષીએ મૃતક પરણિતાને કહેલ કે મહેશને દેવું થયું છે તેથી પૈસાની જરૂર છે. પણ મૃતક મહિલાએ ના પાડતા સોના ચાંદીના દાગીના મંગાવી પરત આપવાની શરતે મંગાવ્યા હતા. જેથી મહિલાએ 67 તોલા સોનાના દાગીના અને સાડા ચાર કિલો ચાંદી મહેશ ઠક્કરને આપી હતી. જે દાગીના મહેશ ઠક્કરે હીરા જ્વેલર્સના માલિક સોની હિતેશના ત્યાં ગીરવે મૂક્યા હતા. જે પેટે મહેશ દર મહિને 60,000 વ્યાજ ભરતો હતો.

આરોપી મહેશ ઠક્કરને કડક સજાની માગણી

મહિલાએ પતિને જાણ કરી : આ સમગ્ર હકીકત મૃતક પરિણીતાએ તેના પતિને કહેલ અને તેણીની હાજરીમાં આ દાગીના ગીરે મૂકી મહેશે પૈસા લીધા હતાં. જે દાગીના પરત લેવા માટે મૃતક પરિણીતાએ પાયલ જોશીના ઘરે જઈ માંગણી કરતા પાયલે મહેશને ફોન કર્યો હતો. પણ તે પોતાનો ફોન બંધ કરીને જતો રહ્યો હતો.

આ પણ વાંચો પાટણના સિદ્ધિ સરોવરમાં બે બાળકોની માતાએ ઝંપલાવી જિંદગી ટૂંકાવી

દાગીના ન મળતા મહિલાએ જીવન ટૂંકાવ્યુ :દાગીના પરત નહીં મળતા માનસિક રીતે હતાશ બનેલ પરિણીતાએ સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જો દાગીના સમયસર પરત મળી ગયા હોત તો પરિણીતાએ મોતને વહાલું ન કર્યું હોત. આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મહેશ ઠક્કરના રિમાન્ડ લઈ તપાસ દરમિયાન અન્ય સહ આરોપીઓને ઝડપી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ મોદીસમાજે કરી હતી.

તટસ્થ તપાસ થશે :મોદી સમાજની રજૂઆતના પ્રત્યુતરમાં પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે આત્મહત્યાની દુષપ્રેરણા કેસના આરોપી મહેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવશે અને બનાવની હકીકત અંગે વિવિધ પાસાંઓની તપાસ કરાશે. આરોપીનો મોબાઇલ ફોન, facebook, instagram, whatsapp વગેરેની ચકાસણી કરાશે અને જરૂર પડશે તો એફએસએલની પણ મદદ લેવાશે. ટેકનીકલ સર્વિલન્સ દ્વારા અન્ય સહ આરોપીઓ કોણ કોણ છે અને તેઓની સંડોવણી આ કેસમાં કઈ રીતની છે તે બાબતની પણ તપાસ કરાશે. જો તેઓની આ કેસમાં સીધી સંડોવણી હશે તો તેઓ સામે પણ ગુનો નોંધાશે. આ સમગ્ર કેસની તટસ્થતા પૂર્વક તપાસ કરી સમય મર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી આરોપીને મહત્તમ સજા મળે તેવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details