સામાન્ય બોલાચાલીમાં કરુણ ઘટના બની ગઇ પાટણ : પાટણ શહેરના નિર્મળનગર પાસે ચામુંડા પાર્લર નજીક ગત મોડી રાત્રેકોણી અડી ગઇ તે બાબતે બે યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેને પગલે ત્રણ ઈસમોએ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતા વિસ્તારમાં સનસની મચી હતી. આ બાબતે મૃતક યુવકના પિતાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને બે પુત્ર મળી ત્રણ સામે હત્યાનો ગુનો નોધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધી જે જગ્યાએ ઘટના બની છે તે જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર કબજે કરવાની તેમજ આરોપીઓને ઝડપી લેવાનો ચક્રો ગતિમાન કર્યા છે...પીઆઈ વસાવા (પાટણ બી ડિવિઝન પોલીસ મથક )
હત્યાથી ચકચાર : પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ ઉપર લીલીવાડી ચાર રસ્તા નજીક આવેલ સનરાઈઝ સોસાયટીમાં રહેતો હર્ષ પરમાર ગતરોજ રાત્રે પોતાના મિત્રો સાથે નિર્મળનગર પાસે આવેલ ચામુંડા પાર્લર પર બેઠો હતો અને તે કોઈ વસ્તુ લેવા માટે પાર્લર ઉપર ગયો હતો. તે દરમિયાન અન્ય એક યુવકને તેના કોણી અડી ગઇ તેથી બંને વચ્ચે બોલાચાલી થવા પામી હતી. સિધ્ધરાજ વાવડીયા નામના યુવકે ફોન કરીને તેના પિતા અને ભાઈને પાર્લર ઉપર બોલાવ્યા હતાં. ત્યારબાદ ત્રણેયે ભેગા મળી હર્ષને ગડદાપાટુનો માર મારી ઉશ્કેરાઈ જઈ યુવરાજ વાવડીયાએ છરીના ઘા મારી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા તે લોહી લુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો : આ ઘટનાને લઈને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી વાહનમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી.
પિતાએ નોંધાવી ફરિયાદ : પોતાના યુવાન દીકરાને મોતને ઘાટ ઉતારનાર પિતા અને બે પુત્રો સામે રાજેન્દ્રકુમાર પરમારે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજ અરવિંદભાઈ વાવડીયા, સિધ્ધરાજ અરવિંદ વાવડીયા અને અરવિંદ વાવડીયા રહે. બાલાજી સોસાયટી નિર્મળનગર એમ ત્રણે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- Bharuch Crime : અંકલેશ્વર કોથળામાં બાંધેલી મળી આવેલી યુવતીની હત્યાનો મામલો, આરોપી સોહમ ગંગવાનીની ધરપકડ
- Bharuch Crime : અંકલેશ્વર કમલમ તળાવમાંથી કોથળામાં યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા
- Ahmedabad Crime : બોબી હત્યા કેસમાં જામીન પર ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો