ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime : કુણઘેરના ગોડાઉનમાં એરંડાની ચોરી કેસના આરોપી પકડાયા, 42 લાખના એરંડા ચોરનાર ચારને પાટણ એસઓજીએ ઝડપ્યાં - ચોરીનો ભેદ ઉકેલી

પાટણના કુણઘેરના ગોડાઉનમાં એરંડાની ચોરી કેસના આરોપી પકડાયાં છે. પાટણ એસઓજીએ પાંચ પૈકી ચાર આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. સાથે જ પોલીસે 21,65,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Patan Crime : કુણઘેરના ગોડાઉનમાં એરંડાની ચોરી કેસના આરોપી પકડાયા, 42 લાખના એરંડા ચોરનાર ચારને પાટણ એસઓજીએ ઝડપ્યાં
Patan Crime : કુણઘેરના ગોડાઉનમાં એરંડાની ચોરી કેસના આરોપી પકડાયા, 42 લાખના એરંડા ચોરનાર ચારને પાટણ એસઓજીએ ઝડપ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 9:18 PM IST

ચોરીનો ભેદ ઉકેલી લીધો

પાટણ : પાટણના સરદાર ગંજ ખાતે આવેલી વિશાલ ટ્રેડર્સ નામની પેઢીના કુણઘેર ખાતે આવેલ ગોડાઉનના તાળા તોડી રૂપિયા 42,43,500 ની કિંમતની એરંડા ભરેલી 984 બોરી ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં સંડોવાયેલા પાંચ પૈકી ચાર આરોપીઓને પાટણ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 21,65,500 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીનો પ્લાન ઘડનાર મુખ્ય સૂત્રધાર પાટણ ગંજ બજારમાં આવેલા વીરકૃપા ટ્રેડર્સ નામની પેઢીમાં મુનિમ તરીકે નોકરી કરતો હતો. આ પેઢીનું પ્લાસ્ટિકનું ગોડાઉન પણ કુણઘેર ખાતે મલ્હાર ગોડાઉનમાં આવેલું હતું. જેથી તે અવારનવાર ત્યાં જતો હતો અને પાટણની વિશાલ ટ્રેડર્સના કુણઘેરમાં આવેલ મલ્હાર ગોડાઉનમાં મુકાતી એરંડાની બોરીઓથી અવગત હતો. ચોરી પહેલા ત્યાં લઈ જવાતા માલની ગતિવિધિ ઉપર નજર રાખી અન્ય સાથીદાર પ્રવીણ સાથે મળીને એરંડાની બોરીઓ ચોરવાનો તખ્તો ઘડયો હતો. ગોડાઉનના તાળા તોડી પોતાનું તાળું લગાવી સમય અંતરે એરંડાની બોરીઓની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો..આર. જી. ઉનાગર (પીઆઈ, પાટણ એસઓજી)

એરંડા ચોરીનો ભેદ ઉકેલાયો : કુણઘેર ગામે આવેલ મલ્હાર ગોડાઉનમાંથી એરંડાની બોરીઓની ચોરીનો ગુનો પાટણ તાલુકા પોલીસ મથકે નોંધાયો હતો. આ ચોરીનો ભેદ ઉકેલવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવીન્દ્ર પટેલ દ્વારા સૂચના મળતા પાટણ પીએસઆઈ વી આર ચૌધરી, વી એન પંડ્યા સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઈ હાજર માણસોની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ટ્રક નંબર Gj 01 બી.વાય.6786 અવારનવાર આવતી હતી. જે ટ્રક માલિકની પૂછપરછ કરતા હિતેન્દ્રગીરી ભરતગીરી (રહે.હાસાપુર પાટણ) તથા ઠાકોર પ્રવીણજી જાદવજી રહે.હાશાપુરવાળાએ આ ગોડાઉનનું તાળું તોડી તેની જગ્યાએ પોતાનું તાળું મારી ભીલ રમેશભાઈ ઉર્ફે લાલા મારફતે મજૂરો કરી ટીનાજી ચતુરજી ઠાકોર (રહે. સિધ્ધપુર) તથા પ્રવીણ શિવરામદાસ પટેલ (રહે.ખળી) એકબીજા સાથે મળી જુદા જુદા દિવસોએ એરંડાની બોરીઓની ચોરી કરી હતી.

21,65,500 નો મુદ્દામાલ જપ્ત

ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન : પાટણ એસઓજી પોલીસે ચોરીમાં સામેલ પાંચ આરોપીઓ પૈકી ઠાકોર પ્રવીણજી જાદવજી સિવાયના તમામ આરોપીઓને ઝડપી લઇ પૂછપરછ કરતા એરંડાની બોળીઓ સિદ્ધપુર ગંજ બજાર ખાતે અલગ અલગ પેઢીઓમાં વેચી હતી. જેની રોકડ રકમ રૂપિયા 21,49,000 તથા 16,500 ના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 21,65,500 મળી આવેલા, જે જપ્ત કરી વધુ તપાસ માટે પાટણ તાલુકા પોલીસને સુપ્રત કર્યા હતાં. જ્યારે ફરાર આરોપી ઠાકોર પ્રવીણજીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime: મેઘાણીનગરમાં તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી 10.74 લાખની કરી ચોરી
  2. Surat Crime : કામરેજ તાલુકામાં તસ્કરોએ લોકગાયકના બંધ ઘરને નિશાન બનાવ્યું, સોનાચાંદીનાં ઘરેણાંની ચોરી
  3. Ahmedabad Crime : દેશભરમાં 500થી વધુ કારની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

ABOUT THE AUTHOR

...view details