પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. જિલ્લાના મોટા ગામો ઉપરાંત અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં પણ લોકોમાં ચેપ લાગી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાએ ફરી તેજ રફતાર પકડતા રોજે-રોજ બેકી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.
પાટણ કોરોના અપડેટઃ વધુ 31 કેસ પોઝિટિવ નોંધાયા - latest news of patan
પાટણ જિલ્લામાં કોરોનાના શનિવારે વધુ 31 કેસ નોંધાતા કુલ આંક 1,586 પર પહોંચ્યો છે. પાટણ શહેરમાં 7 કેસ સાથે કુલ આંક 561 થયો છે. જિલ્લામં અત્યાર સુધીમાં 1,260 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત નિપજ્યા છે.

પાટણ કોરોના અપડેટ
પાટણ શહેરની ઈન્દ્રલોક સોસાયટી, બાલાપીરની શેરી, તિરુપતિ રાજ ટેનામેન્ટ, શાસ્ત્રી નગર સોસાયટીમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે જન્મભૂમિ બંગલોમાં 1 કેસ નોંધાયા છે. પાટણ તાલુકાના સન્ડેર, બોરસણ, ધારપુર, સંખારીમાં 1-1 કેસ અને માતપુરમાં 2 કેસ પ્રકાશમાં આવ્યા છે.
આ ઉપરાંત સિધ્ધપુર, સમોડા, ગણેશપુરા, કનેસરા, કાલેડા, ધીણોજ, બ્રાહ્મણવાડા, પલાસર, જસલપુર પંચાસર, રાધનપુર, શબ્દલપુરા, હિરાપુરા, વારાહી હારીજ, બોરતવાડા કુવારદ અને ગુજરવાડામાં 1-1 કેસ નોંધાયા છે.