ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ કોરોના અપડેટ : 136 પોઝિટિવ કેસ નોંધાયા, 180 દર્દીઓ સાજા થયા - પાટણ સમાચાર

પાટણ જિલ્લામાં કોરોના મહામારી સંક્રમણમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યા છે શુક્રવારે 139 કેસ નોંધાયા બાદ શનિવારે 136 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9342 થઈ છે.તેની સામે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવારથી 180 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી છે.

પાટણ કોરોના અપડેટ
પાટણ કોરોના અપડેટ

By

Published : May 8, 2021, 10:41 PM IST

  • પાટણ જિલ્લામાં કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
  • જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 9,342 પર પહોંચ્યો
  • પાટણ શહેરમાં 35 કેસ નોધાયા
  • પાટણ શહેરમાં પોઝિટિવ આંક 3,775 પર પહોંચ્યો
  • શનિવારે 180 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા

પાટણ : શહેરમાં 24 કલાકમાં નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઇ શહેરીજનોમાં ભય ફેલાયો છે. શનિવારના રોજ નોંધાયેલા નવા 35 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,775 થઈ છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 15, ચાણસ્મા તાલુકામાં 5, સિદ્ધપુર શહેરમાં 8 અને તાલુકામાં 26 હારીજ શહેરમાં 3 અને તાલુકામા 8, સાંતલપુર તાલુકામાં 12, સરસ્વતી તાલુકામાં 5, સમી તાલુકામાં 4, શંખેશ્વર શહેરમાં 3 અને તાલુકામાં 5, રાધનપુર શહેરમાં 3અને તાલુકામાં 4 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 9,342 છે, જયારે પાટણ શહેરમાં કુલ 3,775 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો -કોરોના મહામારીનો પગલે પાટણ માર્કેટયાર્ડ 15 મેં સુધી સંપૂર્ણ બંધ

  • 967 દર્દીઓ હોમ આઇસોલેશન
  • 270 લોકોના કોરોના રિપોર્ટ પેન્ડિંગ
  • પાટણ પંથકમાં 50 કેસ નોંધાયા
  • સિદ્ધપુર તાલુકામાં 26 કેસ નોંધાયા

આ પણ વાંચો -શંખેશ્વર તાલુકાનું નવી કુંવર ગામ સ્વયંશિસ્તથી કોરોના મુક્ત બન્યું

પાટણ જિલ્લામાં 317 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે, જયારે કોરોના પોઝિટિવ 293 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 1,008 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. પાટણ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં પાટણ પંથકમાં 50 કેસ નોંધાયા છે, જ્યારે સિદ્ધપુર તાલુકામાં 26 કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details