પાટણ : કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, એસ.આર.પી.એફ.નું વર્ષ 2016/2017નું 20 ટકા વેટિંગ લિસ્ટ આપવામાં આવ્યુ હતું.આ વેટિંગ લિસ્ટને આજ દિન સુધી ઓપરેટ કરવામાં આવ્યું નથી. આ લિસ્ટમાં બાકી રહેલા તમામ ઉમેદવારો ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે અને હાલમાં બેરોજગાર થઈને બેઠા છે.ત્યારે હાલમાં કોરોના વાઇરસની મહામારી સામે ગુજરાતની જનતા ઝઝૂમી રહી છે. ત્યારે આ વેઇટિંગ લીસ્ટના બાકી ઉમેદવારોને ગુજરાતની જનતાના સુખ અને દુઃખમાં ભાગીદાર થઈ સેવા કરવાનો મોકો આપવો જોઈએ.
SRPFના 1167 ઉમેદવારોને ઓર્ડર આપવા પાટણ કોંગ્રેસ ધારાસભ્યની રજૂઆત - પાટણ કોંગ્રેસ ધારાસભ્ય
કોરોના વાઇરસને પગલે પોલીસ કર્મચારીઓ પરિવારજનોથી દુર રહી સતત ખડે પગે સેવા આપી રહ્યા છે. પોલીસ કર્મચારીઓની ઘટને પગલે એનએસએસ અને એનસીસીના જવનોને પણ ફરજ સોંપવામાં આવી છે. ત્યારે આ મહામારીને પહોંચી વળવા માટે વર્ષ 2016 /2017માં એસઆરપી વેઇટિંગના સિલેક્ટેડ 1167 ઉમેદવારોને તાત્કાલિક અસરથી ઓર્ડર આપવામાં આવે તેવી પાટણના કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યના મુખ્યપ્રધાનને ઈમેલથી પત્ર લખી માંગણી કરી છે.
SRPF ના 1167 ઉમેદવારોને ઓર્ડર આપવા પાટણ કોંગ્રેસ ધારાસભ્યની રજૂઆત
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે, હાલમાં ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ સ્ટાફની ઘટ છે. જેથી NSS અને NCC જવાનોને ફરજ અને સેવાનું કામ સોંપવામાં આવ્યું છે.ત્યારે SRPF ના સિલેક્ટ અને વેઇટિંગ લિસ્ટના 1167 ઉમેદવારોને સત્વરે ફરજની નિમણુંક આપવામાં આવે તેવી માંગ કરી છે.