ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ સિવિલ હોસ્પિટલમાં પોણા બે વર્ષમાં 1317 આંખના ઓપરેશન થયા - ગરીબ વર્ગ

પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે વર્ષોથી આશીર્વાદરૂપ બની રહી છે. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્ આંખના વિભાગની કામગીરી પણ સરાહનીય છે. છેલ્લા પોણા બે વર્ષમાં કુલ 1317 દર્દીઓને મોતિયા સહિતની આંખની બીમારીના ઓપરેશન કરવામાં આવ્યા છે.

પાટણ સિવિલ હોસ્પિટલમાં પોણા બે વર્ષમાં 1317 આંખના ઓપરેશન થયા
પાટણ સિવિલ હોસ્પિટલમાં પોણા બે વર્ષમાં 1317 આંખના ઓપરેશન થયા

By

Published : Jan 21, 2021, 3:35 PM IST

  • પાટણ સિવિલ હોસ્પિટલમાં પોણા બે વર્ષમાં 1317 આંખના ઓપરેશન થયા
  • સિવિલનો આંખનો વિભાગ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ
  • મોતિયાના 1064 અને આંખની અન્ય બીમારીના 253 ઓપરેશન કરવામાં આવ્યા
    મોતિયાના 1064 અને આંખની અન્ય બીમારીના 253 ઓપરેશન કરવામાં આવ્યા

પાટણઃ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સરકારી સિવિલ હોસ્પિટલમા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આરોગ્યલક્ષી મફત સારવાર મેળવી રહ્યા છે. હોસ્પિટલમાં મળતી વિવિધ પ્રકારની આરોગ્યની સારવાર લઈને ઘણા દર્દીઓ સ્વસ્થ થયા છે સિવિલ હોસ્પિટલના સિલિલ સર્જન ડો. અરવિંદ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આંખના વિભાગમાં દર વર્ષે હજારો દર્દીઓ વિનામૂલ્યે આંખની બીમારીની વિનામૂલ્યે સારવાર મેળવે છે. આંખના સર્જન ડો. ભરત ડાભીની સેવાઓથી અનેક દર્દીઓ આંખની બીમારીથી સ્વસ્થ થયા છે.

પાટણ સિવિલ હોસ્પિટલમાં પોણા બે વર્ષમાં 1317 આંખના ઓપરેશન થયા

લૉકડાઉનના સમયમાં પણ ઈમરજન્સી સર્જરી ચાલુ હતી

એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધીમાં મોતિયાના 892 અને આંખની અન્ય બીમારીઓ જેવી કે, વેલ, છારી જેવી બીમારીઓના 201 મળી કુલ 1,093 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા.

પાટણ સિવિલ હોસ્પિટલમાં પોણા બે વર્ષમાં 1317 આંખના ઓપરેશન થયા

મોતિયાના 1064 અને આંખની બીમારીના 253 ઓપરેશન કરાયા

એપ્રિલથી ડિસેમ્બર 2020 સુધીમાં મોતિયાના 172 અને અન્ય આંખની બીમારીના 52 મળી કુલ 224 દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આમ, છેલ્લા પોણા બે વર્ષમાં મોતિયાના 1,064 અને આંખની અન્ય બીમારીના 253 મળી કુલ 1317 ઓપરેશન કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details